ડાંગઃ ડાંગના એક નાનકડા ગામમાંથી આવતી ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે વધુએકવાર ગુજરાતનું નામ રોશન કર્યું છે. સરિતા ગાયકવાડે યૂરોપના પોલેન્ડમાં રમાઈ રહેલી એથલેટિક ચેમ્પિયનશીપમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. સરિતાએ 400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. સરિતા ગાયકવાડે 400 મીટર મહિલા દોડ માત્ર 54.21 સેકન્ડમાં પૂર્ણ કરીને એક અનોખી પોતાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન દર્શાવ્યું છે.
આ દિકરી ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામના એક સામાન્ય શ્રમજીવી પરિવારમાંથી આવે છે. સરીતાએ આ પહેલા પણ જાન્યુઆરી 2017માં કોઈમ્બતૂરમાં ખાતે યોજાયેલી 400 મીટર અને 400 મીટર હડલ્સમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને યુનિવર્સિટીને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
સરિતા ગાયકવાડે વર્ષ 2018માં એશિયન ગેમ્પમાં કાઠું કાઢ્યું હતું. ખેલમહાકુંભથી રાષ્ટ્રીય સ્તરે ચમકનારી આ દોડવીરે એશિયન ગેમ્પની 400 મીટર 4/4 રનિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ગોલ્ડ મેડલ સરિતાનો બીજો આંતરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ છે.
પર્વતીય હારમાળાઓ વચ્ચે આવેલા ગુજરાતના છેવાડાના જિલ્લાની દિકરી સરિતા ગાયકવાડે એશિયાનગેમ્સમાં કાંઠુ કાઢીને દેશને ગોલ્ડ મેડલ અપાવીને ગૌરવ વધાર્યું હતું ત્યારબાદ ફરીથી એક વાર આંતરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ અપાવી સરિતાએ દેશનું નામ રોશન કર્યુ છે.