અમદાવાદ– ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને વિવિધ કાર્યક્રમોની શરુઆત થઇ ગઇ છે ત્યારે સરસપુરમાં આવેલાં ભગવાનના મોસાળ રણછો઼ડરાયજી મંદિરમાં મામેરાંના દર્શન ભક્તજનોને કરાવવામાં આવ્યાં હતાં. 141 વર્ષથી નિયમિત યોજાતાં મામેરાંમાં ફક્ત આ વર્ષે બીજીવાર મોસાળીયાં સરસપુરના ભક્તને ભગવાનનું મોસાળું ભરવાની તક મળી છે.
સરસપુરમાં રહેતાં મીનાબહેન ધીરુભાઈ બારોટ પરિવાર આ વરસે મામેરું ભરવાનો છે. મીનાબહેનને 18 વર્ષ પહેલાં ભગવાનનું મામેરું ભરવાનું સ્વપ્ન આવ્યું હતું તેની પૂર્તિ હવે થવાની છે તેની અપાર ખુશી બારોટ પરિવારમાં જોવા મળી હતી. મામેરાંના દર્શન સમયે આ વર્ષે પહેલીવાર દર્શનાર્થીઓ માટે બૂંદી ગાંઠીયા અને માલપુઆનો પ્રસાદ પીરસવામાં આવ્યો હતો.
ભગવાનને અર્પણ થનાર મામેરાંમાં આ દર્શન જોવા મળ્યાં હતાં
વાદળી અને પીળા વેલવેટના પેચવર્કવાળાં વાઘાં ચંદનની ડિઝાઇન ધરાવતાં 3 હાર સોનાની 3 વીટી સોનાનો દોરો સોનાની વાળી ચાંદીની એક ગાય ચાંદીનો છડો ચાંદીની વીંછુડી ચાંદીનો ટીકો ચાંદીની નથણી ચાંદીની બે મોટી બૂટ્ટી ભગવાનો માટે વસ્ત્રો અને અન્ય આભૂષણો |