177 સસ્પેન્ડ, વધુ પણ થશે, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ઉગામ્યો શિસ્તભંગનો દંડો

અમદાવાદ-પક્ષ માટે નુકસાનકારક પ્રવૃત્તિઓનો રાફડો ફાટતાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ શિસ્તભંગના પગલાં લેતાં દંડો ઉગામી દીધો છે. ચાવડાએ કાર્યવાહી કરતાં 177 સભ્યોને સસ્પેન્ડ કરી દીધાં છે. આ સસ્પેન્ડેડ સભ્યોમાં અમદાવાદના જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યોનો સમાવેશ થાય છે. તમામ સભ્યોને 6 વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં 31 જિલ્લા પંચાયત 230 તાલુકા પંચાયતમાં અઢી વર્ષની મુદત પૂરી થતા પ્રમુખ-ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર આદેશનું ઉલ્લઘંન કરનાર સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ શિસ્તભંગના પગલાં લેવાનું શરૂ કર્યું છે.

ચાવડાએ તાત્કાલિક અસરથી કોંગ્રેસના નિશાન પર ચૂંટાયેલા જિલ્લા પંચાયતના 35 સભ્યો અને તાલુકા પંચાયતના 142 સભ્યોને 6 વર્ષ સુધી સસ્પેન્ડ કર્યા છે. આગામી સમયમાં જરૂરી કાયદાકીય કાર્યવાહી કરીને તેમના સભ્યપદ રદ કરવાની કાર્યવાહી પણ થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]