વડોદરાઃ ગુજરાતમાં એક કન્ઝ્યુમર કોર્ટે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ, બોલિવુડ એક્ટર ગોવિંદા અને રવિ કિશન પર 8.1 લાખ રુપિયા દંડ લગાવ્યો છે. દંડ લગાવતા વડોદરાની કન્ઝ્યુમર કોર્ટે જણાવ્યું કે ત્રણેયે સનસ્ટાર ક્લબની સદસ્યતા વેચવા માટે કંપનીના પ્રચારના રુપમાં ઠગોને તેમની તસવીર લગાવવાની અનુમતી આપી હતી. બાદમાં આ કંપની ફ્રોડ કરનારી સાબિત થઈ. આના પર 2017માં 18 લોકોએ વડોદરાની જિલ્લાના ઉપભોક્તા નિવારણ ફોરમમાં સનસ્ટાર પ્રમોટર રમન કપૂર, તેની પત્ની સીમા કપૂર સાથે અન્ય ત્રણ જાણીતા વ્યક્તિત્વો વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.
ફરિયાદકર્તાઓ અનુસાર આ ફ્રોડ વર્ષ 2016થી શરુ થયું કે જ્યારે એક ઠગ દંપતિએ મેમ્બરશિપ માટે તેમની પાસેથી 1.2 થી 3 લાખ રુપિયા લીધા. આ દરમિયાન તેમને જણાવવામાં આવ્યું કે મેમ્બરશિપના બદલે તેમને ક્લબમાં મફત રહેવાની સુવિધા આપવામાં આવશે. આ સીવાય અન્ય પણ ઘણા લાભની લાલચ આપવામાં આવી. જો કે વર્ષ 2017માં આખો મામલો સામે આવ્યો જ્યારે પીડિતોએ ફર્મને જણાવ્યું કે તેમને અન્ય સ્થાન પર લઈ જવામાં આવે. આનો દંપતિએ કોઈ જ જવાબ ન આપ્યો.
પોતાની સાથે ફ્રોડ થયું છે તેનો ખ્યાલ આવતા જ પીડિતોએ આરોપી કપલ વિરુદ્ધ અમદાવાદ અને વડોદરામાં પોલિસ ફરીયાદ કરી. ઘણા પીડિતોએ કન્ઝ્યુમર ફોરમનો પણ સંપર્ક કર્યો. અહીંયા આરોપ લગાવવામાં આવ્યો કે જાણીતી શખ્સીયતોએ અનુચિત વ્યાપાર પ્રેક્ટિસને અપનાવી છે. બાદમાં ફોરમે પીડિતોના આરોપોને યોગ્ય ઠેરવ્યા અને અનુચિત વ્યાપાર પ્રોક્ટિસના જવાબદાર ગણાવ્યા. ફોરમે નિર્ણય આપયો કે ત્રણેય પ્રત્યેક ફરિયાદકર્તાને 15-15 હજાર રુપિયાની રકમ આપે.