એસટીના કર્મચારીઓની ઓનલાઈન હાજરી પૂરાશે

ગાંધીનગરઃ હવેથી રાજ્ય વાહન વ્યવહાર નિગમ, અને એસટી નિગમના તમામ કર્મચારીઓએ પોતાની હાજરી પૂરાવવા માટે જીપીએસ લોકેશન શેર કરવું પડશે. વિભાગીય નિયામક-પરિવહન અધિકારી અને તમામ ડેપો મેનેજરે લોકેશન આપવા પડશે. તમામ લોકોએ સવારે અને સાંજે હાજરી પૂરાવવી પડશે.

હાજરી પુરાવવા વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દીવાળીનો સમય નજીક આવ્યો છે. ત્યારે આ સમયગાળા દરમિયાન બહોળા પ્રમાણમાં એસટી સેવાનો મુસાફરો ઉપયોગ કરશે અને તેની સ્થિતીને ધ્યાનમાં રાખીને મોનિટરિંગની કામગીરી કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગના તમામ અધિકારીઓના જીએપીએસ લોકેશન આધારીત હાજરીની ચકાસણી કરવામાં આવશે. આથી વિભાગીય નીયામક શ્રી, વિભાગીય પરિવહન અધિકારી, વિભાગીય યાંત્રીક ઈજનેર, સહિત તમામ ડેપો મેનેજરોએ જીપીએસ લોકેશન સવારે 09:00 કલાકે તેમજ સાંજે 19:00 કલાકે વ્હોટ્સઅપ નંબર 7226990424 પર ફરજિયાત મોકલવાના રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]