અમદાવાદઃ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પોલીસે ટ્રાફિક મામલે કડક વલણ અપનાવતા શહેરભરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે રોડની સાઈડમાં રહેલા લારી-પાથરણા અને રિક્ષાચાલકો પર તવાઈ બોલાવી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીમાં પોલીસે 4500 જેટલી રિક્ષાઓ ડિટેઈન પણ કરી છે. ત્યારે સમગ્ર મામલે રોષે ભરાયેલા રિક્ષા ચાલકો આજથી હડતાળ પર ઉતરી ગયાં છે.
અમદાવાદમાં આજે રિક્ષા ચાલકો દ્વારા સ્વયંભૂ બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં બંધના નામે તોફાની તત્વો બેફામ બન્યા છે અને રિક્ષા ચાલકો દ્વારા વિરોધના નામે કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. હળતાળ અને વિરોધના નામે આજે રિક્ષા ચાલકોએ કાલુપુરમાં AMTSની 9 બસમાં તોડફોડ કરી છે. શહેરના હોળી ચકલા પાસે AMTSની 7 બસના કાચ તોડવામાં આવ્યાં છે. તેવી જ રીતે ચાંદલોડિયા અને ગોમતીપુરમાં 1 – 1 બસમાં તોડફોડ કરવામાં આવી છે.
જો કે મહત્વની વાત એ પણ છે કે રિક્ષા ચાલકોના બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ઘણી જગ્યાએ રિક્ષાઓ ચાલતી જોવા મળી છે. કાલુપુરમાં રિક્ષા ચાલકોએ પ્રાઇવેટ ટેક્સીઓ બંધ કરાવી હતી. સવારથી જ પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં રિક્ષા ચાલક એસોશિયસન ના કેટલાક સભ્યો દ્વારા બંધ કરાવવાનો પ્રયાસ થયો. ચાંદલોડિયા તેમજ ગોમતીપુર-અસારવા જેવા વિસ્તારોમાં જબરદસ્તી પણ કરવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં ચાલકો જ્યારે માર્ગો પર નિકળી અરાજકતા ફેલાવવાનો પ્રયાસ થયો ત્યાં પેટ્રોલિંગ કરતી પોલીસ ટુકડીઓએ કડક હાથે કાર્યવાહી પણ કરી હતી.અમદાવાદ શહેરમાંં છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિકને અડચણ ન થાય એ માટે ગેરકાયદે દબાણો દtર કરવાની કાર્યવાહી થઇ રહી છે. તેમજ મોલ-મલ્ટીપ્લેકdm-ધંધા-રોજગાર, રહેઠાણ ના સ્થળો એ વ્યવસ્થિત પાર્કિંગ થાય એવા પ્રયાસો થઇ રહ્યા છે. પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કડક કાર્યવાહી થી કેટલાક લોકો નારાજ છે. જેમાં રિક્ષા ચાલકો તેમજ લારી-ગલ્લા વાળાને પોલીસની કનડગત થતી હોય એમ લાગી રહ્યું છે. ત્યારે આજે વહેલી સવારથી જ પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં રિક્ષા ચાલક એસોશિયસન ના કેટલાક સભ્યો દ્વારા બંધ કરાવવાનો પ્રયાસ થયો. ચાંદલોડિયા તેમજ ગોમતીપુર-અસારવા જેવા વિસ્તારોમાં જબરદસ્તી પણ કરવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં ચાલકો જ્યારે માર્ગો પર નિકળી અરાજકતા ફેલાવવાનો પ્રયાસ થયો ત્યાં પેટ્રોલિંગ કરતી પોલીસ ટુકડીઓએ કડક હાથે કાર્યવાહી પણ કરી હતી. રિક્ષા ચાલકોની હડતાળને કારણે કેટલાક વિસ્તારોમાં શટલીયા કે પર્સનલ ઓટો કરી જતા અસંખ્ય પ્રવાસીઓ રખડી પડ્યા હતા, સાથે બસોમાં ભારે ભીડ જોવા મળી હતી.
હડતાળને પગલે પ્રાઈવેટ ટ્રાંસપોર્ટમાં મુસાફરી કરતા ઘણા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હડતાળના કારણે શહેરના કાલુપુર રેલવે સ્ટેશન, ગીતામંદિર બસ સ્ટેશન અને એરપોર્ટ જેવી જગ્યાઓ પર મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી. મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં અત્યારે 1 લાખ 40 હજાર જેટલી ઓટોરિક્ષા દોડે છે અને આ રિક્ષામાં દરરોજ અંદાજિત બે લાખ જેટલા લોકો સવારી કરે છે.
(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)