અમદાવાદઃ બાળકોએ તેમના મનગમતા પાત્ર ‘ક્રિસ’ સાથે મોજમસ્તી માણી

અમદાવાદ– વસ્ત્રાપુરમાં એક મોલ દ્વારા 300થી વધુ બાળકોને તેમના પ્રિય કાર્ટૂન કેરેકટર, રોલ નં. 21ના ક્રિસ ને મળવાની તક મળી હતી. જેમાં બાળકોને આનંદપ્રમોદ સાથે વિવિધ પ્રવૃત્તિઓની મોજ પડી ગઇ હતી.

બાળકોનો ખૂબ જ માનીતો કાર્ટૂન સુપર હીરો ક્રિસ બાળકોને મળ્યો ત્યારે બાળકો ખૂબ આનંદિત થઈ ગયાં હતાં અને મેસ્કોટ સાથે તસવીરો પણ ખેંચાવી હતી. બાળકોની પસંદગીનો ખ્યાલ રાખી અન્ય પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી. કલરીંગ સેશન, બાળકો માટેની ઓન-ધ –સ્પોટ ગેમ્સ  સહિતની મનોરંજન પ્રવૃત્તિઓનો અને અનેક અદભૂત ઈનામોનો સમાવેશ થયો હતો. બાળકોને પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ આકર્ષક ગુડીઝ બેગ પણ મળી હતી.

બાળકોની મોજમસ્તીની પળો કેમેરાની આંખે