અમદાવાદ- ચૂંટણી આવતાની સાથે જ સરકારીના તમામ તંત્ર કામે લાગી જાય છે. આચાર સંહિતા લાગુ પડતી હોવાથી રાજકીય પક્ષો અને ઉમેદવારોની ગતિવિધીનું તંત્ર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. 2019ની લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ આચાર સંહિતા ભંગની કુલ ૧૦૧ ફરિયાદો મળેલ છે. સરકારના જુદા જુદા વિભાગોને મળેલી ફરિયાદોમાં રાજ્યની જાહેર ઈમારતો પરથી કુલ–૯૮૫૦૬ જાહેરખબરો ના પોસ્ટરો, બેનરો, દિવાલો પરના લખાણો, ધજા-પતાકા વગેરે દુર કરવામાં આવેલ છે.
આ ઉપરાંત ખાનગી ઈમારતો પરથી કુલ-૧૮,૫૮૨ જાહેરખબરોના પોસ્ટરો, બેનરો, દિવાલો પરના લખાણો, ધજા-પતાકા વગેરે દુર કરવામાં આવેલ છે. આમ, સમગ્ર રાજ્યમાં કુલ -૧,૧૭,૦૮૮ જાહેરખબરોના પોસ્ટરો,બેનરો,દિવાલો પરના લખાણો, ધજા-પતાકા વગેરે જાહેર તથા ખાનગી ઈમારતો પરથી દુર કરવામાં આવેલ છે.
cVIGIL માં કુલ – ૬૫૦ ફરિયાદો મળેલ છે, એ પૈકી ૧૪૧ ફરિયાદો પ્રથમ દ્રષ્ટીએ જોઇ ડ્રોપ કરવામાં આવેલ જ્યારે બાકીની ૪૦૯ ફરિયાદો તપાસ કરાવ્યા બાદ નિકાલ કરવામાં આવેલ છે.