અમદાવાદ- લોકસભાની ચૂંટણી માં 23 માર્ચ, 2019ને મંગળવારે ગુજરાતના મતદારો મતદાન કરશે. મતદાન પૂર્વે સોમવારની વહેલી સવારથી જ રીસીવિંગ-ડિસ્પેચિંગ સેન્ટર પરથી તમામ સામગ્રી મતદાન મથક તરફ રવાના થઇ ગઇ છે. અમદાવાદ શહેરમાં સી.એન. વિદ્યાલય સહિત નક્કી કરેલા સ્થળેથી વી.વી પેટ મશીન, ઇવીએમ મશીન મતદાન મથક સુધી લઇ જવા માટે નિમણુંક કરેલા માણસોએ પોતાની કામગીરી બજાવી.
ઇલેક્શન કમિશન દ્વારા ચૂંટણીની કામગીરી માટે ઉપયોગી તમામ સામગ્રીનું કંટ્રોલ રુમ તેમજ સેન્ટર ના કાઉન્ટર પરથી પૂરી પાડવામાં આવી. આ સાથે ચૂંટણી સાથે જોડાયેલા વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓને ક્યા મતદાન મથક પર ફરજ બજાવવાની છે..એ અંગે માહિતી-સૂચના આપવામાં આવી હતી.
ડિસ્પેચિંગ સ્થળે થી મતદાન કુટીર માટેનું સાહિત્ય તેમજ સામગ્રી આયોજન વ્યવસ્થિત રીતે પહોંચે એ માટે યોગ્ય વાહનો ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
તમામ ઇવીએમ મશીન-વીવીપેટ મશીન મતદાન મથક સુધી સુરક્ષિત પહોંચે એ માટે સશસ્ત્ર સુરક્ષા જવાનોનો બંદોબસ્ત પુરો પાડવામાં આવ્યો હતો.
તસવીરઃ અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ