‘પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર’: શાંતિ બિઝનેસ સ્કૂલમાં વેક્સિનેશન કેમ્પ

અમદાવાદઃ હાલના સમયમાં ચાલી રહેલી કોવિડ-19 વૈશ્વિક મહામારી સામે લડવાનું સૌથી કારગર હથિયાર એટલે ‘રસીકરણ’. હાલ સમગ્ર દેશમાં ‘કોવિડ-19’થી બચાવ અને રક્ષણ માટે રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે અમદાવાદ સ્થિત ગુજરાતની અગ્રગણ્ય બિઝનેસ મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા ‘શાંતિ બિઝનેસ સ્કૂલ’માં ‘કોવિડ-19 રસીકરણ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાંતિ બિઝનેસ સ્કૂલ સાથે સંકળાયેલા લગભગ 70 જેટલા મહિલા અને પુરૂષ કર્મચારીઓ અને પ્રાધ્યાપકોએ રસીનો પ્રથમ શોટ લીધો હતો.

રસીનો પહેલો શોટ ‘શાંતિ બિઝનેસ સ્કૂલ’ના ડિરેક્ટર ડો. નેહા શર્માએ લીધો હતો, તે પછી મહિલા કર્મચારીઓ અને છેલ્લે પુરૂષ કર્મચારીઓએ રસી લીધી હતી.

આ અંગે સંસ્થાના ડિરેક્ટર ડો. નેહા શર્માએ જણાવ્યું કે “પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર. દરેક નાગરિકે રસીકરણના આ મહાભિયાનમાં ભાગ લેવો જોઈએ.”

કાર્યક્રમના સંયોજક પ્રો. પિલ્લયે જણાવ્યું કે, રસીકરણ કામગીરી એકતા પટેલના નેતૃત્વ હેઠળ ટીમ દ્વારા કરવામાં આવી હતી. રસીકરણની સુવિધા અર્બન હેલ્થ સેન્ટર, વેજલપુર દ્વારા આપવામાં આવી હતી.

એસ્ટેટ સ્ટાફ, સુરક્ષા અને માળીઓ સહિતના તમામ કર્મચારીઓને પણ રસીનો પ્રથમ શોટ આપવામાં આવ્યો હતો.