PM મોદી ગુજરાતની મુલાકાતેઃ સૈન્ય-કમાન્ડરોના સંમેલનને સંબોધશે

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં સૈન્યના કમાન્ડરોની કોન્ફરન્સને સંબોધિત કરશે. આ કોન્ફરન્સમાં સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ ઉપસ્થિત રહેશે.ગુરુવારથી ત્રિદિવસીય સમારોહ રાજ્યના નર્મદા જિલ્લાના કેવડિયામાં થઈ રહ્યો છે.

વડા પ્રધાન આજે સવારે અમદાવાદ પહોંચ્યા ત્યારે તેમનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ભવ્ય સ્વાગત કર્યું હતું.  વડા પ્રધાન ગુજરાત મુલાકાત દરમ્યાન ચીન અને પાકિસ્તાનની સરહદો પર સેનાની તૈયારીઓની સમીક્ષા કરશે.

વડા પ્રધાન હેલિકોપ્ટરથી તેઓ નર્મદાના કેવડિયા પહોંચ્યા હતા. અહેં તેઓ કોન્ફરન્સને સંબોધન કરશે.

ત્રિદિવસીય સંમેલન
ગુરુવારે ત્રિદિવસ માટેની સૈન્ય કમાન્ડર્સની કોન્ફરન્સની શરૂઆત થઈ હતી. એનએસએ અજિત ડોભાલ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, સેના પ્રમુખ એમ.એમ. નરવણે, એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરિયા, નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહ તથા સંરક્ષણ મંત્રાલય અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. આ દરમિયાન વડા પ્રધાન મોદી ચીન અને પાકિસ્તાનની સરહદે ભારતની તૈયારીઓની સમીક્ષા કરશે તથા સેનાની ત્રણેય પાંખોની એકીકૃત કમાન બનાવવા મામલે પ્રગતિની સમીક્ષા કરશે.