અમદાવાદઃ અમદાવાદ ખાતે આજે મુખ્યપ્રધાન વિજય રુપાણી દ્વારા મેટ્રો રેલના મોક અપ કોચને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. ત્યારે આ પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમમાં અમદાવાદ મેટ્રોના મેનેજિંગ ડિરેક્ટર, આઈ.પી. ગૌતમે મેટ્રો ટ્રેન અને તેના આગામી આયોજનો વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપી હતી.
અમદાવાદીઓમાં મેટ્રોને લઇને ખાસ ઉત્સુકતા છે ત્યારે આઈ પી ગૌતમે કેટલીક મહત્ત્વની બાબતો જણાવી હતી…
- એપ્રિલમાં મેટ્રોનો વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધી 6 કિલોમીટરનો રુટ શરુ થશે.
- બીજા તબક્કામાં વિશાલા હોટલથી પાલડી સુધીનો રુટ શરુ થશે
- એપ્રિલ સુધી તેનો ટ્રાયલ રન કરવા કવાયત
- 2020 સુધીમાં મેટ્રો આખા શહેરમાં સંપૂર્ણ કાર્યરત કરવા માટે પ્લાનિંગ
- બીઆરટીએસ અને એએમટીસ મેટ્રો સ્ટેશન સુધી કનેક્ટ થાય તેવી વ્યવસ્થા પણ કરાશે
- બીઆરટીએસ સાત જગ્યાએ મેટ્રો સ્ટેશન સાથે કનેક્ટ થશે
- જીએસઆરટીસીને પણ 3 જગ્યાએ મેટ્રો સાથે કનેક્ટ થાય તેવું પ્લાનિંગ
- રેલવે સ્ટેશન સાથે ત્રણ જગ્યાએ મેટ્રો કનેક્ટ થાય તેવું પ્લાનિંગ
- કાલુપુર રેલવે સ્ટેશન, ગાંધીગ્રામ રેલવે સ્ટેશન, અને સાબરમતી રેલવે સ્ટેશન સાથે મેટ્રો કનેક્ટ થાય તેવું પ્લાનિંગ
- બહારથી આવનારા યાત્રીઓ વગર વિલંબે મેટ્રોની સવારી કરી શકે તેવી યોજના
- રેલવે સ્ટેશન નજીકથી સરળતાથી મેટ્રોમાં જઈ શકાય તેવી વ્યવસ્થા કરવાની યોજના
- ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ અલગ અલગ રુટ માટે ટિકીટના ભાવ નક્કી થશે
- મેટ્રોની સુરક્ષા વ્યવસ્થા માટે કરાશે ઉત્કૃષ્ટ પ્લાનિંગ
- કોઈ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા અને અન્ય સમસ્યાઓના સમાધાન માટે કરાશે સ્પેશિઅલ પ્લાનિંગ
- 2025 પછી મેટ્રો ટ્રેનના કોચમાં વધારો કરવામાં આવશે
|