અમદાવાદ- અમદાવાદમાં પાલતુ પ્રાણીઓના ચાહકો માટે વ્હિસલીંગ મિડોઝ ખાતે પેટ્સ સોશિયલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 60થી વધુ પાલતુ પ્રાણીઓ એકસાથે એકઠાં થયાં હતાં, અને એક બીજા સાથે સોશિયાલાઈઝ થયાં હતાં. પેટ સોશિયલએ પાલતુ પ્રાણીઓને સમર્પિત સમુદાય છે.
આ પેટ સોશિયલ સમારંભમાં પેટ્સ અને પેટ પેરેન્ટ્સ પણ અરસપરસ મળ્યાં હતાં. આ મુલાકાતમાં નવા મિત્રો બનાવ્યા હતાં અને પાલતુ પ્રાણીઓ વિશે નવી વાતો જાણી હતી., તેમજ એક બીજા સાથે ચર્ચા પણ કરી હતી.
આ સમારંભમાં તમામ પેટ પેરેન્ટ્સ અને તેમજ પાલતુ પ્રાણીઓના ઉત્સાહી પાસાનો પરિચય થયો હતો. ઉપસ્થિત તમામ મેમ્બરોએ ફોટો બુથ ખાતે ગ્રુપ સેલ્ફી પણ પાડી હતી.
ઉલ્લેખનીય છે કે, કેટલાક પરિવારો પાલતુ પ્રાણી એડોપ્શન બુથમાંથી ઘરે નવા સભ્યોને પણ લઈ ગયા હતાં. જસ્ટ ડોગ્સ દ્વારા ગુડી બેગ, ડિસ્કાઉન્ટ વાઉચર્સ તેમજ પેટ્સ અને પેટ્સ પેરેન્ટ્સના સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યાં હતાં.