કેન્સવીલે 50 પ્લસ ચેલેન્જ: ખેલાડીઓએ પૂરવાર કર્યું કે ‘ઉંમર એ માત્ર આંકડો છે’

અમદાવાદ- કેન્સવીલે ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ દ્વારા કેન્સવીલે 50 પ્લસ ચેલેન્જ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50થી 77 વર્ષના 20થી વધુ ઉત્સાહી ગોલ્ફરોએ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશીપમાં શહેરના ગોલ્ફના પીઢ ખેલાડીઓ ભાગ લઈને ભારે ઉત્સાહપૂર્વક રમ્યા હતાં અને પૂરવાર કર્યું હતું કે ઉંમર એ માત્ર આંકડો છે.

50થી વધુ વયના ગોલ્ફર્સોને આકર્ષતી આ ચેમ્પિયનશીપમાં મેદાનમાં ખેલાડીઓએ તેમની ગોલ્ફીંગ સ્કીલ દર્શાવી હતી.

વિજેતા ખેલાડીઓ

લૉ હેન્ડીકેપ સેગમેન્ટમાં કર્નલ અખિલ મિશ્રા 20 પોઈન્ટ સાથે વિજેતા બન્યા હતાં અને 18 પોઈન્ટ મેળવનાર કર્નલ અજય ધીર રનર્સઅપ જાહેર કરાયાં હતાં. ગુરપ્રીત સિંઘ મલિકે 18 પોઈન્ટ (B-6/11) મેળવીને મીડ હેન્ડીકેપ સેગમેન્ટમાં વિજય મેળવ્યો હતો. વી.વી ઐયર 18 પોઈન્ટ (B-6/9) સાથે તેમની સાથે જ રહીને  રનર્સઅપ બન્યાં હતાં. હાઈ હેન્ડીકેપ સેગમેન્ટમાં ગુરદિયાલસિંઘ 21 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું. અને સુરિન્દર મક્કરે 16 પોઈન્ટ મેળવ્યાં હતાં.લેડીઝ સેગમેન્ટમાં ડોલી મક્કરે અપવાદરૂપ રમત રમીને 16 પોઈન્ટ મેળવ્યાં હતાં અને પોતાની લાયકાત અનુસાર વિજેતાની ટ્રોફી પ્રાપ્ત કરી હતી. તેમના પછીના સ્થાને મનિષા બાસુ 5 પોઈન્ટ મેળવીને રનર્સઅપ બન્યાં હતાં.

ગુરદિયાલ સિંઘનું ‘ક્લોઝેટ ટુ ધ પીન’ (29 ફૂટ) વડે સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે કર્નલ અજય ધીરે 240 વારની સૌથી લાંબી ડ્રાઈવ લગાવી હતી. સુરિન્દર મક્કરને સ્ટ્રેઈટેસ્ટ ડ્રાઈવ (2 ફૂટ) બદલ એવોર્ડ એનાયત કરાયો હતો.