સપ્તાહના અંતે સોના-ચાંદીની કિંમતમાં થયો વધારો

સોના-ચાંદી એટલે કિંમતી ધાતુમાં અવાર-નવાર ઉત્તાર ચઠાવનો માહોલ જોવા મળતો હોય છે. ત્યારે આ સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં તેજી સાથે બંધ થતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત શનિવારે એટલે કે 17 ઓગસ્ટે સોનાની કિંમતો 70,604 રૂપિયા હતી, જે આજે વધીને 71,424 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી છે. એટલે કે આ અઠવાડિયે તેની કિંમતમાં 820 રૂપિયાનો વધારો થયો છે.

ત્યારે બીજી બાજું ચાંદીની વાત કરવામાં આવે તો ગત શનિવારે ચાંદીની કિંમતો 81510 પર હતી, જે વધીને 84615 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. આ અઠવાડિયે તેની કિંમત 3,105 રૂપિયા વધી છે. આ વર્ષે 29મી મેના રોજ ચાંદી પ્રતિ શેર રૂ. 94,280ઓલ ટાઈમ હાઈ પર પહોંચી હતી. જ્યારે 21 મેના રોજ સોનાએ રૂ. 74,222 ઓલ ટાઈમ હાઈ પર હતું. આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં 8,072 રૂપિયાનો વધારો થયો છે. જે હવે રૂ. 71,424 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. તેમજ, એક કિલો ચાંદીની કિંમત 73,395 રૂપિયાથી વધીને 84,615 રૂપિયા થઈ ગઈ છે.​​​​​​​