અમદાવાદઃ અત્યારે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. શાળાઓ અને યુનિવર્સીટીઓ તેમજ કોલેજો પોતાના વિદ્યાર્થીઓને ઓનલાઈન લેક્ચર્સ પ્રોવાઈડ કરીને અને ભણાવી રહી છે. ત્યારે ગણપત યુનિવર્સીટી દ્વારા પોતાનો 15 મો સ્થાપના દિવસ ઓનલાઈન ઉજવવામાં આવ્યો હતો. ગણપત યુનિવર્સીટીના પ્રેસિડન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ, મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ, યુનિવર્સીટીના પ્રો.ચાન્સેલર અને ડિરેક્ટર જનરલ પ્રો. ડોક્ટર મહેન્દ્ર શર્મા સહિત તેમજ આચાર્યો, યુનિવર્સીટીના અગ્રણી અધિકારીઓ, આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સહિતના કુલ 130 જેટલા લોકો આ ઓનલાઈન ઉજવણીમાં જોડાયા હતા.
ગણપત યુનિવર્સિટીની સ્થાપના 12 એપ્રીલ 2005 ના રોજ રાજ્ય સરકારના એક ઠરાવ દ્વારા થઈ હતી. ભારતી શૈક્ષણીક પરંપરાના ગુરુકુળ સમા ઉપવન જેલા 300 એકરના વિશાળ અને હરીયાળા વાતાવરણ વચ્ચે આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ યુનિવર્સિટીમાં આજે વિવિધ શાખાની કુલ 8 જેટલી ફેકલ્ટીમાં 15,000 જેટલા વિદ્યાર્થીઓ પોતાના અલગ અલગ કોર્સીસમાં અભ્યાસ કરે છે.