‘ગાંધી અને આદિવાસી સવાલો’ પર વેબિનાર યોજાશે

ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગાંધીનગર (IITGN) અને ફ્લિન્ડર્સ યુનિવર્સિટી-ઓસ્ટ્રેલિયા-SPARC, શિક્ષણ મંત્રાલય, કેન્દ્ર સરકારના સહયોગથી પહેલી ઓક્ટોબર, 2020એ ‘ગાંધી અને આદિવાસી પ્રશ્નો’ પર એક દિવસીય આંતરરાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જે બપોરે એક કલાકથી સાત (IST) કલાક દરમ્યાન યોજાશે. આ સેમિનારમાં આદિવાસીઓની સાથે ગાંધી અને તેમના ગાંધી વિચારકોની લાંબા સમયથી ચાલ્યા આવતા સહયોગ પર ચર્ચા થશે અને તેમના વિચારોએ આદિવાસી સામાજિક આંદોલનોને કેવી રીતે અસર કરી હતી- એ વિશે સેમિનાર યોજાશે.

આ વેબિનારમાં આ વિષય પર ઇન્ટરડિસિપ્લીનરી પેનલ વિચારવિમર્શ ચર્ચા કરશે, જે વિવિધ મુદ્દાઓ ઉઠાવશે, જેમાં આદિવાસી કાર્યકર્તાઓ દ્વારા ગાંધીવાદી શબ્દાવલિનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો છે, પશ્ચિમી ભારતમાં આદિવાસી સમુદાય પર આશ્રમ પદ્ધતિનો પ્રભાવ, ગાંધીના વિચારોની પૂર્વ ભારતના તાના ભગત પર અસર,હિન્દ સ્વરાજ જેવા મુખ્ય મુદ્દાઓ પર ગાંધીવાદી ગ્રંથોની આદિવાસી સમજ, આ વેબિનાર ગાંધીવાદી દર્શન અને આદિવાસી વિચારો અને સાંસ્કૃતિક અભ્યાસની વચ્ચે સમાનતા અને અંતરની વચ્ચેના સવાલોને ઊંડાઈથી ઉજાગર કરશે અને ગાંધીનાં કાર્યોની સમીક્ષા કરશે.

આ વેબિનારને સંબોધન કરનાર વક્તાઓમાં ધનંજય રાય-સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, વીના સેંગર- બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટી, ઔરંગાબાદ, સંગીતા દાસગુપ્તા- જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, અર્જુન રાઠવા- MC રાઠવા કોલેજ, પાવી જેતપુર, જિતેન્દ્ર વસાવા- આદિવાસી સાહિત્ય એકેડેમી અને અશોક ચૌધરી- આદિવાસી એકતા પરિષદનો સમાવેશ થાય છે. આ ઉપરાતં ડો. ડેનિયલ જે રિક્રોફ્ટ, અધ્યક્ષ, ઇન્ડિયા ડાયલોગ, યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એગ્લિયા-UK ધ ક્વેશ્ચન ઓફ હ્યુમન ડિગ્નિટી ઇન આદિવાસી સ્ટડીઝ પર મુખ્ય ભાષણ આપશે.

આ ઝૂમ સેમિનારમાં સામેલ થવા માટે વધુ વિગતો અને વેબલિંક સહિત ઇવેન્ટ માટે અહીં ક્લિક કરો… https://events.iitgn.ac.in/2020/gaq/   અને આ વેબિનારમાં જોડાવા માટેની લિન્કઃ http://tiny.cc/attendee-isgaq  પર ક્લિક કરો.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]