મયંક રાવલ ફાઉન્ડેશન દ્વારા આણંદ ખાતે રાષ્ટ્રીય સ્તરની ક્રિએટિવ આર્ટ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું. યંગ આર્ટિસ્ટ કોમ્પિટિશનમાં આ વરસે જુદા જુદા 4 રાજ્યો માંથી એન્ટ્રી આવી હતી જેમાંથી 42 વ્યક્તિઓ ફાઇનલ રાઉન્ડમાં પસંદગી પામ્યા હતા. 30 જાન્યુઆરીના રોજ બી.એન.પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરા મેડીકલ એન્ડ સાયન્સ આણંદ ખાતે ફાઇનલ રાઉન્ડનું યોજાયો હતો. પંચ તત્વ વિષય પર આધારિત આ સ્પર્ધા લગભગ 3 મહિના પહેલા શરૂ થઈ હતી. જેના ભાગરૂપે કલાકારો એ કેનવાસ ઉપર ખુબ સુંદર પેઇન્ટિંગ બનાવ્યા.
આ પ્રસંગે જાણીતા આર્કિટેક્ટ અને વાસ્તુ સાયન્ટિસ્ટ મયંક રાવલ, યુ એકસ ડિઝાઈનર કવિશ રાવલ, ડો અર્પિત અરોરા, સેજલ રાવલ તેમજ અન્ય મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના પણ વિવિધ ભાગોમાંથી કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધાની ટ્રોફીનું નામ છે, ડો. ડી એ રાવલ ટ્રોફી ફોર ક્રિએટિવ આર્ટ.
ઉલ્લેખનીય છે કે, મયંક રાવલ ફાઉન્ડેશન દ્વારા આગામી સમયમાં સંગીત સમ્રાટ સિઝન-2 નું આયોજન કરવામાં આવશે. જે શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીત ના કલાકારો માટેની આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા છે.
ઉલ્લેખનીય છે કે, મયંક રાવલ ફાઉન્ડેશન 2006 થી કાર્યરત છે. આર્ટ કોમ્પિટિશન, આર્ટ પ્રમોશન, વિદ્યા સહાય, તબીબી સહાય, રોજગાર, જેવી અનેક પ્રવૃત્તિઓ તેના દ્વારા થાય છે. અત્યાર સુધીમાં 3 લાખ થી વધારે લોકો તેનો લાભ લઈ ચૂક્યા છે. તેના ચેર પર્સન શ્રીમતી હેમલતા રાવલ એક સારા આર્ટિસ્ટ છે. સેક્રેટરી સેજલ તથા વિશ્વા રાવલ આ પ્રવૃત્તિમાં કાર્યરત છે.