દેશમાં બ્લેક-ફંગસના 7200થી વધુ કેસઃ હવે વ્હાઇટ-ફંગસનું જોખમ

અમદાવાદઃ કોરોનાને માત આપી આવેલા દર્દીઓમાં હવે વ્હાઇટ ફંગસનું જોખમ ઝળૂંબી રહ્યું છે. આ વ્હાઇટ ફંગસ એ બ્લેક ફંગસ કરતાં પણ વધુ જોખમી સાબિત થઈ શકે છે. વ્હાઇટ ફંગસ ડાયાબિટીઝવાળા દર્દીઓને વધુ ટાર્ગેટ કરે છે. અમદાવાદની સોલા સિવિલમાં કમસે કમ વ્હાઇટ ફંગસના સાત કેસો નોંધાયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ માહિતી દેશનાં રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત,મધ્ય પ્રદેશ અને દિલ્હી સહિતનાં રાજ્યોમાં બ્લેક ફંગસના કુલ 7250 કેસો નોંધાયા છે, જ્યારે 219 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ બીમારીને કારણે 90 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજ્ય હજીમાં મ્યુકોરમાઇકોસિસ (બ્લેક ફંગસ)ના 1237 કેસો સાથે દેશમાં નોંધાયા છે. ગુજરાતમાં 61 લોકોએ જીવ ગુમાવ્યો છે, ત્રીજા ક્રમે મધ્ય પ્રદેશ છે જ્યાં 31 લોકોએ જીવ ગુમાવ્યો છે.  હરિયાણામાં આ બીમારીને કારણે આઠ લોકોએ જીવ ગુમાવ્યો છે. ડોક્ટરોનું કહેવું છે કે વ્હાઇટ ફંગસ અને કોવિડ-19 માં ભેદ પારખવો મુશ્કેલ છે. વ્હાઇટ ફંગલ ઇન્ફેક્શન પણ કોવિડની જેમ વ્યક્તિનાં ફેફસાં પર એટેક કરે છે. હજી હાલમાં કેન્દ્ર સરકારે રાજ્યોને બ્લેક ફંગસ રોગચાળો જાહેર કરવા સૂચના આપી છે.

કોરોના સંક્રમણ પછી બ્લેક ફંગસના કેસોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે, જે ચિંતાજનક છે. આંખ, મગજ અને ફેફસાંના કોષોનો ખાતમો બોલાવતી બ્લેક ફંગસથી લોકોમાં ડર છે, ત્યાં તેનાથી પણ ખતરનાક વ્હાઇટ ફંગસનું જોખમ હવે લોકો પર- ખાસ કરીને કોરોના સંક્રમણમાંથી બહાર આવેલા દર્દીઓ પર ઝળૂંબી રહ્યું છે.