ગાંધીનગર: આગામી 21 ઓગસ્ટથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર મળશે. 15મી વિધાનસભાનું પાંચમું સત્ર 21 ઓગસ્ટે બપોરે 12 કલાકે મળશે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા વિધાનસભાના તમામ સભ્યોને આ તારીખે સભાગૃહમાં હાજર રહેવાની અપીલ કરી છે. વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્ય સરકાર મહત્વના બિલ પણ લાવી શકે છે. પરંતુ હાલ સુધી ક્યા બીલ સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે, તેની માહિતી મળી રહી નથી.
આ અગાઉ ચોમાસુ સત્ર સમયસર બોલવવા માટે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પત્ર લખી માગ કરી હતી. ચૂંટાયેલા પ્રતિનિધીઓ અને ધારાસભ્યો પ્રશ્નો પૂછી શકે તે માટે અમિત ચાવડાએ માગ કરી છે, વિધાનસભાનું સત્ર ટૂંક મુદ્દતથી બોલાવવાના બદલે સમયસર બોલવાવની માગ કરાઈ હતી. પરંતુ વિધાનસભાનું સત્ર કેટલા દિવસ મળશે તેની હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજ્યમાં કાળો જાદુ, તાંત્રિક અનુષ્ઠાનો પર રાજ્યની સરકાર લગામ લાગડી શકે છે. રાજ્ય સરકાર આવી ઘટનાઓને રોકવા માટે કાયદો લાવી શકે છે. ગુજરાત સરકારે ગેરકાયદેસર તાંત્રિક ગતિવિધિઓ, કાળા જાદૂ અને અઘોરી અનુષ્ઠાનો પર અંકુશ લગાવવા માટે કાયદો લાવવાનો નિર્ણય કર્યો છે. ગૃહ વિભાગે ગુજરાત હાઈકોર્ટમાં માહિતી આપી કે સરકાર કાળા જાદૂ અને અઘોરી પ્રથાઓ જેવી અમાનવીય ગતિવિધિઓ પર અંકુશ લગાવવા માટે અધિનિયમ માટે ડ્રાફ્ટ બિલ વિધાનસભાના આગામી સત્રમાં લાવવામાં આવશે. આ નિર્ણય પાછલા મહિને અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા દાખલ એક જનહિત અરજી પર હાઈકોર્ટ દ્વારા સરકાર પાસે જવાબ મંગાયા બાદ લેવામાં આવ્યો છે.