નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2019ના માનહાનિ કેસમાં બે વર્ષની સજાની સામે અપીલ કરવા માટે ગુજરાતની એક કોર્ટમાં હાજર થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અપમાનના રૂપમાં જોવામાં આવેલી એક ટિપ્પણી માટે માનહાનિ મામલામાં તેમને દોષી ઠેરવ્યાના મેજિસ્ટ્રેટના આદેશને રદ કરવા માટે રાહુલ ગાંધીની સુરત સેશન્સ કોર્ટના આગ્રહ કરવા માટે અરજી દાખલ કરવા માટે પહોંચ્યા છે. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ દોષસિદ્ધિ પર વચગાળાનો પ્રતિબંધ મૂકવા માટે માગ કરશે, જેથી તેમની લોકસભા સદસ્યતા બહાલ થઈ જશે.
રાહુલ ગાંધીને ગુજરાતની કોર્ટે આદેશ પછી સાસંદ તરીકે અયોગ્ય ઘોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેમનાં બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને ત્રણ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્ય મંત્રીઓ-અશોક ગહેલોત, ભૂપેશ બઘેલ અને સુખવિંદર સુક્ખુની સાથે સુરત જશે. કોર્ટમાં હાજર થતાં પહેલાં રાહુલ ગાંધીએ માતા સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી. 52 વર્ષીય રાહુલ ગાંધીને 2019ના મામલે માનહાનિના દોષી ઠેરવવામાં આવ્યા હતા, જેમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરનેમ પર વિવાદિત ટિપ્પણી કરી હતી. જોકે તેમને કોર્ટે સજા મળ્યા પછી તરત જામીન આપ્યા હતા અને તેમને ચુકાદા સામે અપીલ કરવા માટે 30 દિવસો સુધી તેમની સજાને ટાળી કરી દીધી હતી.
ભાજપના વિધાનસભ્ય અને ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીની સામે માનહાનિ કેસ દાખલ કર્યો હતો. કેરળમાં રાહુલ ગાંધીની વાયનાડ સીટ તેમને પદ પરથી હટાવ્યા પછી હવે ખાલી છે. ચૂંટણી પંચ હવે આ બેઠક માટે વિશેષ ચૂંટણીની ઘોષણા કરી શકે છે.