– નાણાંપ્રધાન પીયૂષ ગોયલ દ્વારા વચગાળાનું બજેટ વાંચવાની શરુઆત 11ના ટકોરે…સંબોધન અંશ…
– દેશના આત્મવિશ્વાસમાં અમે વધારો કર્યો છે.
– સ્વચ્છ ભારત પર ભાર મૂકાયો
– ખેડૂતોની આવક બમણી કરવાનું વચન
– જીડીપી ગ્રોથ સૌથી ઊંચો રહ્યો
– સરકારે મોંઘવારીની કમર તોડી નાંખી છે.
– ફૂગાવો અંકુશમાં રહ્યો અને ફિસ્કલ ડેફિસિટ પણ અમારી ધારણા પ્રમાણે રહી
– 2022 સુઘીમાં તમામને ઘર
– ભારત વિશ્વની છઠ્ઠી સૌથી મોટી આર્થિક વ્યવસ્થા
– અમારી સરકારનો દમ છે કે આરબીઆઈને કહ્યું લોનની તમામ વિગતો દેશની જનતા સામે રજૂ કરો, બેંકોની સ્થિતિ અંગે જણાવો
– છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં વિદેશી રોકાણ વધ્યું છે.
– સરકારની નવી નીતિથી હવે મોટા ઉદ્યોગપતિઓને પણ લોન ચૂકવવાની ચિંતા થવા માંડી છે
– મોદી સરકારે દેશની છબી સુધારી છે.
– બેંકિંગ સીસ્ટમમાં સુરક્ષા વધે તેવી યોજના બનાવી
– એનપીએ ઘટાડવાની સરકારના પ્રયાસને સફળતા મળી છે
– રેરાથી રીયલ એસ્ટેટમાં પારદર્શિતા વધી છે
– ગરીબો માટે સરકારે આર્થિક અનામત આપી જેનાથી બે લાખ લોકોને ફાયદો થસે
– મનરેગા માટે વધુ રકમ ફાળવાશે,
– અમે ભ્રષ્ટાચારમુક્ત સરકાર ચલાવી
– 1 કરોડ 53 લાખ ઘર બનાવ્યાં
– લગભગ તમામ ઘરમાં વીજળી પહોંચી ગઈ છે
– રાજ્યોને 42 ટકા ફાળો આપ્યો
– 50 કરોડ લોકોને આયુષ્માન યોજનાનો લાભ, 10 લાખ બીમાર લોકોની સારવાર
– હરિયાણામાં દેશની 22મી નવી એઈમ્સ બનશે
– દવાઓની કીંમત ઘટતા ગરીબોને ફાયદો થયો છે
– તમામ જિલ્લા સુધી સરકારી યોજના પહોંચી છે
– 12 કરોડ ખેડૂત પરિવારને લાભ
– ખેડૂતોના એકાઉન્ટમાં વાર્ષિક સીધા 6 હજાર રૂપિયા જમા કરાશે
– 1 ડિસેમ્બર, 2018થી યોજનાનો અમલ
– ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં રકમ જમા થશે
– બે હેકટર જમીન ધરાવતાં ખેડૂતોને લાભ
– 22 પાકનું લઘુતમ ટેકાના ભાવમાં દોઢ ગણો વધારો કર્યો છે
– સંસદમાં જય કિસાનના નારા
– સરકાર કામધેનુ યોજના શરૂ કરશે
– રાષ્ટ્રીય કામઘેનું યોજના લાગુ કરશે સરકાર
– પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગોને રાહત, લોનના વ્યાજમાં 2 ટકાની છૂટ
– મજૂરો અને કામદારો માટે મોટી જાહેરાત
– ન્યૂનતમ વેતનમાં 42 ટકાનો વધારો કરાયો છે.
– પગાર પંચની ભલામણોને ઝડપથી અમલી બનાવાશે
– શ્રમિકના મોત પર 6 લાખની સહાય અપાશે
– 10 કરોડ મજૂરોને લાભ મળશે
– કામદારોનું બોનસ વધારીને 7 હજાર કરાયું
– 21 હજાર પગારદારને મળશે બોનસનો લાભ
– રાષ્ટ્રીય કામધેનુ યોજના માટે સરકાર 750 કરોડ ફાળવશે
– પ્રસૂતા મહિલા માટે મોટી જાહેરાત, પીએમ માતૃ યોજના
– ઉજ્જવલા યોજના માટે 8 કરોડ ગેસ કનેક્શન
– 25 હજારના પગારના કર્મચારીને ઈએસઆઈનો લાભ
– ન્યૂ પેન્શન સ્કીમમાં સરકારની 14 ટકા ભાગીદારી
– ગ્રેજ્યુઈટીની મર્યાદા 10 લાખથી વધારીને 30 લાખ કરાઈ
– 21 હજાર સુધીના પગારદારોને બોનસની જોગવાઈ
– 60 વર્ષે નિવૃત થનારને મહિને 3000 મળશે
– ડિફેન્સ બજેટ વધારીને 3 લાખ કરોડ કરાયું
– ઓઆરઓપી માટે 35 હજાર કરોડ અપાયાં
– સૈનિકો મુશ્કેલ સ્થિતિમાં દેશની રક્ષા કરે છે
– દરરોજ 27 કિલોમીટરનો હાઈવે બની રહ્યો છે
– માનવરહિત રેલવે ક્રોસિંગ નાબૂદ કર્યા છે.
– પાંચ વર્ષમાં મોબાઈલ ડેટા 50 ટકા વધ્યાં છે
– પાંચ વર્ષમાં 1 લાખ ડિજિટલ ગામડા બનાવાશે
– પિયૂષ ગોયલે ઉરી ફિલ્મની પ્રશંસા કરી, જોશ મળ્યો, ઉરી ફિલ્મ જોવાની મઝા આવી
– 12 લાખ કરોડનો ટેક્સ આવ્યો
– ટેક્સ ચૂકવાનારાની સંખ્યા 80 ટકા વધી
– 24 કલાકમાં આઈટી રીટર્નની પ્રક્રિયા
– ટેક્સ મૂલ્યાંકન માટે આવકવેરાની કચેરીએ જવું નહીં પડે
– ઘરની ખરીદી પર જીએસટી ઘટાડવા માટેની ભલામણ કરાઈ છે, ગ્રુપ ઓફ મીનીસ્ટ્રી આ બાબતે વિચારણા કરી રહી છે.
– બ્લેકમનીને દેશમાંથી હટાવીને રહીશું
– સિનેમા થિયટર પર જીએસટી 12 ટકા
– આગામી બે વર્ષમાં આઈટી સ્ક્રૂટિની ડિજિટલી થશે
– 2022 સુધીમાં સ્વદેશી ઉપગ્રહ અવકાશમાં મોકલીશું
– બજેટમાં પહેલીવાર આગામી 10 વર્ષનું વિઝન રજૂ કરાયું
– 10 ટકાનો મોંઘવારી દર ઘટાડીને 4 ટકા સુધી લવાયો
– મોંઘવારી દર ઘટાડીને યોજનાકીય ખર્ચ વધાર્યો છે
– 59 મિનીટમાં એક કરોડની લોન આપવાની યોજના
કરદાતાનો આભાર વ્યક્ત કરાયો
– વ્યક્તિગત આવકવેરાની મુક્તિમર્યાદા 2.50 લાખથી 5 લાખ કરાઈ
– 1,50,000 સુધીની બચત સાથે 6,50,000ની વાર્ષિક આવક સુધી શૂન્ય ટેક્સ
– સ્ટાન્ડર્ડ ડિડક્શન 40,000થી વધારીને 50 હજાર
– નિયત સાફ હૈ, નીતિ સ્પષ્ટ હૈ નિષ્ઠા અટલ હૈ
– સંસદમાં મોદી મોદીના નારા |