7.7નો ભૂકંપ ! પરિસ્થિતિનો તાગ લેવા માટે મોકડ્રીલ યોજાઈ

ગાંધીનગર– કચ્છ જિલ્લાના દૂધઇ પાસે આજે સવારે 7.7નો ભૂકંપ આવ્યો છે. સરકાર દ્વારા ક્રાઇસિસ મેનેજમેન્ટની બેઠક બોલાવી પરિસ્થિતિની ઉચ્ચ અધિકારીની દેખરેખ હેઠળ બચાવ અને રાહતકાર્યો શરુ કરવામાં આવ્યાં છે. રાજ્યના 8 જિલ્લામાં ભૂકંપથી મોટું નુકસાન થયાંના અહેવાલ છે.કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પાટણ, બનાસકાંઠા,અમદાવાદ, ગાંધીનગરમાં મોટાપાયો નુકસાન સામે આી રહ્યું છે. સ્ટેટ કંટ્રોલ રુમ કાર્યરત કરીને પરિસ્થિતિની વિગતો મેળવવામાં આવી રહી છે.

લશ્કર, વાયુસેના, એનડીઆરએફ સહિતના વિભાગોના વડાની તાકીદની બેઠક કંટ્રોલરુમમાં મળી છે અને તાત્કાલિક વળતાં પગલાં લેવાની શરુઆત કરવામાં આવી છે.

આજે સવારે 10.00 વાગ્યે કચ્છ જિલ્લામાં દુધઈ પાસે 7.7 મેગ્નિટ્યુડનો ભૂકંપ આવ્યો છે. રાજ્ય સરકારે તાત્કાલિક ક્રાઈસીસ મેનેજમેન્ટ ગૃપની બેઠક બોલાવી છે. ઈન્સીડન્ટ કમાન્ડર તરીકે અધિક મુખ્ય સચિવ(મહેસુલ) પંકજકુમાર કાર્ય કરી રહ્યા છે. ગાંધીનગરમાં સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથૉરિટીની તાકીદની બેઠક બોલાવવામાં આવી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ પરિસ્થિતિથી માહિતગાર કરવામાં આવ્યા છે. પંકજકુમાર, GSDMAના મુખ્ય કારોબારી અધિકારી શ્રીમતી અનુરાધા મલ્લ અને રાહત નિયામક એ.જે.શાહ ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટરમાં પરિસ્થિતિની વિગતો મેળવી રહ્યા છે.

વાચકમિત્રો…જો 7.7નો ભૂકંપ આવે અને ફરી રાજ્યને મોટાપાયે હચમચાવે તો સરકાર અને બચાવ કાર્યો કરતી સંસ્થાઓ કેટલી સજાગ હોય છે તેના પરીક્ષણ-નિરીક્ષણ માટે આજે ભૂકંપ મોકડ્રિલ યોજવામાં આવ્યું હતું. મોક ડ્રિલ દરમિયાન મોટાભાગના લોકો સાચી પરિસ્થિતિથી અજાણ રાખવામાં આવતાં હોય છે તેથી તેઓ તરત જ કઇ રીતે પગલાં લે છે અને કેટલી ઝડપથી કામ કરી શકે છે તેની તપાસ કરવામાં આવે છે. આપે ઉપર વાંચી તે તમામ વિગતો મોક ડ્રિલની છે અને આવો કોઇ ભૂકંપ રાજ્યમાં આવ્યો નથી તેની નોંધ લેશો.

મોકડ્રીલની તસ્વીરો