અમદાવાદઃ વાડજ ડમ્પિંગ સ્ટેશનમાં 5 શખ્સોએ યુવકની કરી હત્યા

અમદાવાદઃ સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહેલું અમદાવાદ શહેર મેટ્રો ટ્રેન-બીઆરટીએસ અને નવા નક્કોર એસ.ટી. સ્ટેન્ડ-સિનેમા ઘરોથી સજ્જ થઇ રહ્યું છે. પરંતુ આ શહેરમાં કેટલાક દૂષણો પણ ઘૂસી રહ્યાં છે. ક્રાઇમ રેટ સતત વધતો જાય છે. શહેરના વાડજ વિસ્તારની ડમ્પિંગ સાઇટ કે જે આર.ટી.ઓની નજીક જ નવા બનેલા એસ.ટી. સ્ટેન્ડ સામે છે ત્યાં યુવકની ઘાતકી હત્યા પાંચ શખ્સોએ કરી હતી.ગુનેગારોની હિંમત સતત વધતી જાય છે, સરકારી જગ્યામાં ઘૂસીને છરાના ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો. અસામાજીક તત્વોથી ત્રસ્ત આ વિસ્તાર યુવકની હત્યાથી ભયભીત થઇ ગયો છે. પોલિસે તપાસના ચક્ર ગતિમાન કર્યાં છે અને ફરાર આરોપીઓને ઝડપી લેવા કામગીરી શરુ કરી છે.
(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ) 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]