ઉભરતા ટેક્નોલોજીના લેન્ડસ્કેપ વ્યાપારનું અવલોકન કરતું MICAનું નવું મોડ્યૂલ

અમદાવાદઃ ભારતમાં ડિજિટલ પ્રોડક્ટ્સની માગ વધવાની ધારણા છે ત્યારે અત્રે સ્ટ્રેટેજિક માર્કેટિંગ અને કમ્યુનિકેશન ક્ષેત્રમાં ભારતની અગ્રગણ્ય બિઝનેસ સ્કૂલ MICA એ મેટાવર્સ, બ્લોકચેન, NFTs અને કોઈન્સ એન્ડ ટોકન્સનું અવલોકન કરતું એક મોડ્યૂલ તૈયાર કર્યું છે.

‘બિઝનેસ ઓફ ઈમર્જિંગ ટેક્નોલોજી લેન્ડસ્કેપ’ નામક આ મોડ્યૂલનું અવલોકન વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં પ્રવેશ કરતા પહેલાં એમની નવી ટેક્નોલોજીઓની વ્યાપારી અસરોને સમજવામાં મદદરૂપ થશે. વિશેષજ્ઞતાના ભાગરૂપે, બીજા વર્ષના વિદ્યાર્થીઓ એમનું પોતાનું NFT નિર્માણ કરી શકશે, ક્રિપ્ટો કોઈન્સના પ્રકારોને જાણી શકશે, AR/VRનો ઉપયોગ કરીને મેટાવર્સ તૈયાર કરી શકશે.