અમદાવાદઃ શહેરને સ્વચ્છ અને દબાણમુક્ત બનાવવા માટે મહાનગરપાલિકાએ દરેક વિસ્તારમાં કાર્યવાહી શરુ કરી છે. સાથે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં વાહન ચાલકોને વ્યવસ્થિત માર્ગ અને માર્ગ પર મોકળાશ મળી રહે તે માટે આડેધડ પાર્કિંગ કરનારા સામે પગલાં લેવાના શરુ કર્યા છે.
આડેધડ પાર્કિંગ અને ધંધા-રોજગાર-રહેઠાણના ઠેકાણે કેટલાક લોકોએ ફૂટપાથ અને માર્ગો રોકી અંધાધૂંધી ફેલાવી છે જેની સામે તંત્રએ કડક કાર્યવાહી શરુ કરી છે. મોટાભાગના નાગરીકો મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની કામગીરીથી ખુશ ખુશાલ થઇ ગયા છે. લોકો દ્રઢ પણે માને છે કે આવા જ અધિકારીઓની શહેરને જરુર છે.
અમદાવાદના નાગરીકોનો સાથ અને સહકાર મળે એ હેતુથી સરકાર અને સંસ્થાઓના પ્રયાસથી શહેરના જુદાજુદા વિસ્તારોમાં હોર્ડિંગ્સ પર મેસેજ મૂકાવવામાં આવ્યા છે.
મેરા શહર બદલ રહા હે…..
આવો આપણા અમદાવાદને દેશનું સ્વચ્છ શહેર બનાવીએ……
આવો આપણા શહેરને ટ્રાફિક સમસ્યાથી મુક્ત બનાવીએ…
સૌ નાગરિકોને આ હોર્ડિંગ્સના મેસેજ જોતાં આનંદ થાય છે. સાથે એક ચિંતા એવી પણ છે કે પરિશ્રમ સાથેની આ સુંદર કામગીરીમાં સહભાગી અધિકારીઓની હાલ બદલી ન થઇ જાય તો વધારે સારુંં.
(અહેવાલ-તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)