વરસાદ ખેંચાતા સીએમે યોજી તાકીદની બેઠક, પાક-પાણીની જરુરિયાતની વિગતો મેળવાઇ

ગાંધીનગર– રાજ્યમાં વરસાદ ખેંચાતા ઉભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા અને આગોતરા આયોજન માટે મુખ્યપ્રધાન વિજય રુપાણીએ હાઇપાવર કમિટીની તાકીદની બેઠક બોલાવી છે. આ  બેઠક મુખ્યપ્રધાનના નિવાસસ્થાને યોજાઈ છે. બેઠકમાં સીએમ રુપાણી સાથે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ, કૃષિપ્રધાન આર સી ફળદુ,ઊર્જાપ્રધાન સૌરભ પટેલ, મહેસૂલપ્રધાન કૌશિક પટેલ સહિત મુખ્ય સચીવ જે એન સિહ અને વરિષ્ઠ સચીવો પણ જોડાયાં છે.

રાજ્યના 44 તાલુકાઓ જ્યાં 125 મીમીથી ઓછો વરસાદ થયો છે તે વિસ્તારો  સર્જાયેલી પરિસ્થિતિ અંગે મુખ્યપ્રધાન હાઈ પાવર કમિટીની બેઠકમાં સમીક્ષા કરી રહ્યાં છે.. વરસાદ ખેંચાવાને કારણે વાવેતર થયેલાં પાકને બચાવવા ઉપરાંતના વીજળી-પાણીના પ્રશ્નો ખેડૂતો માટે ઊભાં થયાં છે. આ સંદર્ભે રાજ્યમાં જે સ્થિતિ ઉભી થઇ છે તેની તલસ્પર્શી વિગતો આ બેઠકમાં નર્મદા નિગમ, કૃષિવિભાગ, પાણી પુરવઠાવિભાગ અને હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી મેળવવામાં આવી રહી છે.

કચ્છના ટપ્પર ડેમને તાત્કાલિક નર્મદાના 500એમ સીએ ટી પાણીથી ભરી દેવા મુખ્યપ્રધાને સૂચના આપી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]