સુરતમાં ONGCના પ્લાન્ટમાં 3 વિસ્ફોટ બાદ ભીષણ આગ લાગી

સુરતઃ ગુજરાતના સુરત શહેરના હજીરા વિસ્તારમાં કેન્દ્ર સરકાર હસ્તકની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) કંપનીના ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટમાં આજે વહેલી સવારે 3 વિસ્ફોટ થયા હતા અને ત્યારબાદ આગ ફાટી નીકળી હતી. દુર્ઘટનામાં સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. આગને પણ કાબૂમાં લાવી દેવામાં આવી છે.

આજે વહેલી સવારે લગભગ 3.30 વાગ્યે પ્લાન્ટના બે ટર્મિનલમાં એક પછી એક 3 ધડાકા થયા હતા. ત્રીજો ધડાકો થયા બાદ ભીષણ આગ લાગી હતી. એની જ્વાળા દૂરના વિસ્તારોમાંથી પણ જોઈ શકાતી હતી.

ઓએનજીસી કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે હજીરા ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. એને કાબૂમાં લાવી દેવામાં આવી છે. કોઈ પણ જાનહાનિ થઈ નથી કે કોઈ પણ વ્યક્તિને ઈજા પણ થઈ નથી.

નજરે જોનારાઓનું કહેવું છે ધડાકાનો અવાજ છેક 10 કિ.મી. દૂરના વિસ્તારમાં પણ સંભળાયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]