અમદાવાદ: શહેરના સરસપુર વિસ્તારમાં આવેલા રણછોડજી મંદિરમાં રથયાત્રા પૂર્વે મામેરૂ ભરવામાં આવ્યું હતું.
શહેરના જગન્નાથ મંદિરથી નીકળતી રથયાત્રાનું મુખ્ય મુકામ અને વિરામસ્થાન સરસપુર વિસ્તારમાં છે. દર વર્ષે સરસપુરનો આખોય વિસ્તાર રથયાત્રાના આગમન પૂર્વે ભારે ઉત્સાહિત હોય છે.
રથયાત્રા પહેલાં ભગવાન જગન્નાથના સ્વાગત માટે રણછોડજીના મંદિરમાં મામેરૂ ભરવામાં આવે છે. આ મામેરામાં હજારો ભક્તો ઉમટી પડે છે. મામેરાના એક મુખ્ય યજમાન પણ હોય છે. પરંતુ કોરોનાની મહામારીને કારણે રણછોડજી મંદિર જ યજમાન છે.
17 જૂન, બુધવારે સરસપુર રણછોડજી મંદિરમાં મામેરૂ તો ભરાયું પણ ભક્તોની હાજરી નહોતી. ભગવાનના મામેરામાં વસ્ત્રો, મુગટ, ડિઝાઇનર દાગીના મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ પૂજા-અર્ચના, આરતી કરવામાં આવ્યા હતા.
(પ્રજ્ઞેશ વ્યાસ)