રાજ્યમાં કોરોનાના નવા 514 કેસઃ 28 દર્દીઓનાં મૃત્યુ

અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉન બાદ અત્યારે અનલોકનો તબક્કો ચાલી રહ્યો છે. પરંતુ આ અનલોકના તબક્કામાં રાજ્યમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોના આંકડામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, જે ખરેખર ગંભીર બાબત છે. 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધુ 514 કેસ નોંધાયા હતા અને 28 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે 339 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ રાજ્યમાં કોરોના કેસનો કુલ આંક 24104 થયો છે. જ્યારે મોતનો કુલ આંક 1506 થયો છે. અને ડિસ્ચાર્જનો કુલ આંકડો 16672 થયો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં કેસો જોઈએ તો, અમદાવાદ ૩૨૭, સુરત ૬૪, વડોદરા ૪૪, ગાંધીનગર ૧૫, જામનગર ૯, ભરૂચ ૯, રાજકોટ ૮ પંચમહાલ, ૭, સાબરકાંઠા ૪, જુનાગઢ ૪, પાટણ ૩, સુરેન્દ્રનગર ૩, મહેસાણા ૨, અરવલ્લી ૨, વલસાડ ૨, બનાસકાંઠા ૧, આણંદ ૧, કચ્છ ૧, ખેડા ૧, બોટાદ ૧, નવસારી ૧, નર્મદા ૧, અમરેલી ૧, અન્ય રાજ્યમાં ૩ કેસ નોંધાયા હતા.