નેટફ્લિક્સમાં આવનારી અપકમિંગ ફિલ્મ મહારાજનો વિવાદ ખૂબ ચર્ચીત બન્યો છે. મહારાજ ફિલ્મનો પોસ્ટર રિલીઝ થતાની સાથે જ વૈષ્ણવ સંપ્રદાયમાં રોષનો માહોલ જોવા મળ્યો. જેને લઈ ફિલ્મ પર ગુજરાત હાઈકોર્ટ સ્ટે લગાવ્યો હતો. આ ફિલ્મ લઈ પાછલા ત્રણ દિવસથી બંન્ને પક્ષોથી દલીલો રજૂ કરવામાં આવી રહી હતી.
મહારાજ ફિલ્મને લઈ જજ સંગીતા વિશેનની બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં બંને પક્ષકાર દ્વારા દલીલો કરવામાં આવી હતી અને ફિલ્મ પર સ્ટે યથાવત્ રાખવામાં આવ્યો હતો. ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટે મહારાજ ફિલ્મ પરથી સ્ટે હટાવી દીધો છે. હાઈકોર્ટને ફિલ્મ જોઇ તેમાં કોઈ નકારાત્મક બાબત લાગી નથી. ફિલ્મ ધાર્મિક લાગણીઓ દુભાવનારી નથી. હાઈકોર્ટે વચગાળાનો સ્ટે દૂર કરતા હવે નેટફ્લિક્સ અને યશરાજ ફિલ્મ્સ મૂવી રિલીઝ કરી શકશે.
શું છે મહારાજ લાયેબલ કેસ
મહારાજ લાયેબલ કેસ એક સમયનો અંધશ્રદ્ધા અને વહેમ તોડી સમાજને નવો દ્રષ્ટી કોણ આપવાનો કેસ છે. વાત છે 1860ના દાયકાની જ્યારે અંગ્રેજોની ગુલામી સાથે માણસને અંધશ્રદ્ધા પણ ગુલામીની સાંકળમાં જકળાય રહ્યા હતા. કરસનદાસ મુળજી તેઓ પત્રકાર સાથે સમાજ સુધારકની ભૂમિકા ભજવી રહ્યા હતા. નાનપણ લેખનનો શોખ ધરાવતા કરસનદાસે સત્યપ્રકાશ નામનું સમાચાર પત્રની શરૂઆત કરી. જેમાં સમાજના કુરિવાજોને લઈ પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. બાળકો શિક્ષણ માટે શાળાઓ પણ શરૂ કરી હતી. પત્રકાર, સમાજ સુધારક સાથે તેઓ વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી હતા. જ્યાં તેનું ધ્યાન પૂર્વજોના લખાયેલ ગ્રંથોના શબ્દો સાથે કરેલી રમત પર ગયું. વલ્લભ સંપ્રદાયના ગુરુ વહેમ અને અંધશ્રદ્ધાનો લાભ લઈ નાણાં પડાવવા સાથે તેમની સ્ત્રીઓ સાથે વ્યભિચાર. જે બાદ તેઓ સારા કામને બિરદાવવા સાથે આ અત્યાર વિરુદ્ધ પોતાના સામાયિકમાં લેખન શરૂ કર્યું.
થોડા સમય બાદ સુરતના ગાદીપતિ મહારાજ જદુનાથજી મુંબઈ આવ્યા. જેઓ કન્યા કેળવણી સહિતના સારા કામોને પ્રોત્સાહિત કરી રહ્યા હતા. આ કાર્યને કરસનદાસજી પોતાના સમાચાર પત્ર બિરદાવ્યું હતું. સમય અંતરે કરસદાજીને જદુનાથજીના કુકાર્યની જાણ થતા ઇતિહાસ પ્રસિદ્ધ લેખ ‘હિન્દુનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો’ લખ્યો. જેમાં લોકો સાથે થયેલા અત્યાચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી જદુનાથજીએ કરસનદાસ સામે રૂપિયા 40 હજારનો બદનક્ષીનો દાવો માંડ્યો. જે બાદ સુપ્રીમ કોર્ટ (આજની હાઈકોર્ટ) સુનાવણી દોર ચાલ્યો અને આખરે કરસનદાસની જીત હાંસલ થઈ. ‘મહારાજ લાયેબલ કેસ’ તરીકે જાણીતો થયો.