મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટની વિશિષ્ટ માતાઓ સાથે ‘મધર્સ ડે’ ની ઉજવણી

અમદાવાદઃ વિશ્વમાં મે મહિનામાં બીજા રવિવારે Mother’s Dayની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 14 મેએ આ દિવસે ઉજવણી કરવામાં આવશે. કારણ કે મા જ એક એવી વ્યક્તિ છે જે પોતાના સંતાનો સાથે જીવનના દરેક સુખ-દુ:ખમાં ખડેપગે રહે છે. તેથી જ માની જીવનશૈલીને શબ્દોમાં વર્ણવવી અશક્ય છે.

મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટે દિવ્યાંગ બાળકોની માતાઓ સાથે મળીને મધર્સ ડે ઊજવ્યો. મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટનાં સ્થાપક ટ્રસ્ટી શ્રદ્ધા સોપારકરે આ માતાઓ સાથે મળીને દિવ્યાંગ અથવા તો શારીરિક અને માનસિક ઊણપ ધરાવતાં બાળકોની માતાઓ સાથે મળીને બાળકોનો ઉછેર અને વિકાસ કેવી રીતે કરવો એ અંગે ચર્ચા કરી હતી.

શ્રદ્ધા સોપારકરે આ પ્રકારનાં બાળકોના જીવનમાં અને વિકાસમાં વિવિધ તબકકે વર્તણૂકમાં થતા ફેરફારો અંગે ચર્ચા કરી હતી.