રાજ્યના ખેડૂતો પર એક બાદ એક આફતોનો આરફો ફાટી નીકળ્યો હોય તેવું લાગી રહ્યું છે. પહેલા ગુજરાતમાં ભારે વરસાદને કારણે કેટલાય ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યું તો, હવે બીજી બાજું અરવલ્લીના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તીડનો આંતક વરતાય રહ્યો છે. અરવલ્લીના મેઘરજ તાલુકાના જીતપુર,ખાકરિયા,ઈસરી,ખુમાપુર સહિતના પંથકમાં તીડનો આતંક જોવા મળ્યો છે.તીડના ઝૂંડથી ખેતીના ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.તો હાલ ગામમાં કોઈ ખેતી અધિકારીઓ આવ્યા ના હોવાની વાત ખેડૂતો કરી રહ્યાં છે.
અરવલ્લીના ગ્રામ્ય પંથકોમાં તીડનો આતંક વધ્યો છે. તીડનું આક્રમણ વધતા ગ્રામજનો હેરાન થઈ ગયા છે. આ તીડ ફકત ખેતરમાં નહી પરતું લોકોના ઘર સુધી પહોંચી ગયા છે. વધતી તીડના આંતક વચ્ચે ધરતી પુત્રનો સહારો સરકાર સિવાય કોઈનો નથી હોતો. ત્યારે બીજી બાજું ખેડૂતોનો આક્ષેપ છે કે કોઈ પણ ખેતી અધિકારી ગામમાં જોવા આવ્યા નથી.કે કોઈ દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો નથી. તીડ છેલ્લા બે દિવસથી ખેતરોમાં ફરી રહ્યાં છે અને તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચાડી રહ્યાં છે. અત્યારસુધી ગુજરાતમાં સૌથી વધુ તીડનો આતંક બનાસકાંઠામાં જોવા મળ્યો છે અને ત્યારબાદ તીડનું ટોળું અરવલ્લીમાં દેખાયું છે. આ તીડ એકલા નહી પરંતુ ઝૂંડમાં દેખાતા હોય છે અને સૌથી વધારે ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળે છે.હાલ વરસાદી સિઝન હોવાથી તીડ દેખાઈ રહ્યાં છે. ખેડૂતોએ વરસાદમાં તૈયાર કરેલ પાકને તીડ ખોતરી રહ્યાં છે. જેના કારણે ખેતરોના ખેતરો સુધી તમામ ખેડૂતોના પાક બગડી ગયા અને ખેડૂતની મહેનત પાણીમાં ગઈ.