સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરના ખોડીયાર નગરમાં રહેણાંક વિસ્તારમાં એક મકાનમાં બાપોદ પોલીસે રેડ કરી હતી. આ રેડમાં પોલીસને કુલ 15.98 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે એક શખ્સને પણ ઘટના સ્થળેથી ઝડપી પાડ્યો છે. જ્યારે દારૂ મંગાવનાર બુટલેગર સહિત ત્રણ જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા. વિદેશી દારૂ અને મોબાઈલ મળી 16.3 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાતમાં ફરી એક વખત દારૂ બંધીના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ એસએમસી વડોદરા શહેર જિલ્લામાં ઉપરાછાપરી રેડ કરીને સપાટો બોલાવ્યો હતો. મંગળવારના રોજ બપોર પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સોહમ રેસીડેન્સી મકાન નંબર એ/304મા રહેતો રોહીત રતનકુમાર લેડવાણીએ પોતાના મકાનમા વિદેશી દારૂનો જથ્થો બહારથી લાવી સંગ્રહ કરી ચોરી છુપીથી તેનુ છુટકમાં વેચાણ કરતો હોય છે. જેના આધારે પોલીસની ટીમે બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી. તેને સાથે રાખીને મકાનમાં તપાસ કરતા 15.98 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે વિદેશી દારૂ અને અને મોબાઈલ મળી રૂપિયા 16.03 લાખનો મુદ્દામાલ કરજે કર્યો હતો. જ્યારે દારૂ મંગાવનાર મુખ્ય આરોપી અને બુટલેગર રોહીત રતનકુમાર લેડવાણી અને નિસર્ગ અશોકભાઈ ચૌહાણ અને સન્ની નામનો ઇસમ મળી ત્રણ જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગુજરાતના મોટા શહેરોમાંથી નસીલા પદાર્થ મળી આવવાની ઘટના સામે આવતી રહેતી હોય છે. જ્યારે સુરતામાં બે વખત દારૂના નશામાં ધૂત નબીરાએ કેટલાક લોક પર ગાડી ચડાવી દેવાનો પણ બનાવ બન્યો હતો. ત્યારે આજે ફરી એક વખત વડોદરામાં દારૂ મળી આવવાની ઘટના સામે આવી હતી.