અમદાવાદઃ CEPT યુનિવર્સિટીએ અંજલિ ખાંડવાળા બેસ્ટ લાર્જ પાર્ક એવોર્ડ-2021નું આયોજન કર્યું હતું, જેમાં શહેરમાં સૌથી ઉત્તમ ગાર્ડનને એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે અમદાવાદ પાર્કસ અને ગાર્ડન્સના ડિરેક્ટર જિગ્નેશ પટેલ અને લો ગાર્ડનને જાળવણી કરનારા આશિમા ગ્રુપના અનીશ શાહને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રોફેસર પ્રદીપ ખાંડવાળાએ પાર્કની જાળવણી કરનારા માળીને બગીચાનાં સાધનો અને સ્મૃતિ ચિહ્ન આપીને તેમને સન્માનિત કર્યા હતા.
આ એવોર્ડ માટે લો ગાર્ડનની ત્રણ કડક પ્રક્રિયા બાદ પસંદગી કરવામાં આવી હતી. CEPT SWS કોર્સ દ્વારા અનુદાનિત અને લેન્ડસ્કેપ આર્કિટેક્ચર પ્રોગ્રામ દ્વારા સંચાલિત લાઇફ ઇન પાર્ક્સ તેમ જ અમદાવાદના મોટા પાર્કસ પૈકી 40માં એકને શોર્ટલિસ્ટ કરવા માટે સમીક્ષા બાદ લો ગાર્ડનની પસંદગી કરવામાં આવી હતી.
અમદાવાદમાં સૌથી ઉત્તમ ગાર્ડન માટેની વિગતવાર અભ્યાસની પ્રક્રિયામાં 40 બગીચાઓના મૂલ્યાંકન પછી પસંદગી પદ્ધતિ તૈયાર કરવામાં આવી છે, જેમાં વિવિધ માપદંડો અને મૂલયાંકની પસંદગીને આધારે 40 પાર્ક્સમાંથી સાત પાર્ક્સની આગામી તબક્કા માટે પસંદગી કરવામાં આવી હતી.
ત્યાર બાદ CEPT યુનિવર્સિટીની એક ટેક્નિકલ પેનલ દ્વારા સાતમાંથી ત્રણ પાર્કની પસંદગી કરવામાં આવી હતી. CEPT યુનિવર્સિટીએ સેન્ટર ફોર એનવાયર્નમેન્ટ એજ્યુકેશનના ડિરેક્ટર કાર્તિકેય સારાભાઈ, ગુલમહોર ગ્રીન્સના મેનેજિંગ ડિરેક્ટર અલ્પેશ પરીખ અને ફેકલ્ટી ઓફ આર્કિટેક્ટેક્ચરના ભૂતપૂર્વ ડીન અને આર્કિટેક્ટ સૂર્યા કાકાણીને પાર્કની પ્રતિષ્ઠિત નાગરિક જ્યુરીના સભ્યો તરીકે આમંત્રિક કર્યા હતા. આ જ્યુરીના સભ્યોએ અંજલિ ખાંડવાળા બેસ્ટ લાર્જ પાર્ક એવોર્ડ-2021ના વિજેતા તરીકે ત્રણમાંથી એક પાર્ક લો ગાર્ડનની પસંદગી કરી હતી.