વાયુ વાવાઝોડાની ગતિ વધી, સંકટ ગહેરાયું, જાણો તમામ અપડેટ…

રાજકોટઃ ગુજરાતના વેરાવળમાં વાવાઝોડું ત્રાટકવાનું છે, આ વાવાઝોડું હવે માત્ર 350 કિલોમીટર દૂર છે. ત્યારે રાજ્યભરમાં તેની અસર દેખાવા માંડી છે. ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસરનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તેને પગલે રાજ્યના 6 જિલ્લામાં વરસાદ પડ્યો છે. 6 જિલ્લાના 23 તાલુકામાં વરસાદ પડ્યો. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડા વિસ્તારમાં ૨૮ મી.મી એટલે કે એક ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ, તો કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે. રાજ્યભરમાં વરસાદી વાદળાઓથી આકાશ છવાઈ ગયું છે.

Live Updates:

ઊર્જાવિભાગ સજ્જઃ ૨૩ હજાર કિ.મી. કંડકટર્સ, ૨૭ હજાર ટ્રાન્સફોર્મસ, ૧૦ લાખ ઇન્સ્યુલેટર્સ, ૩૨ હજાર કોઇલ સર્વિસ કેબલ સાથે વીજ કંપનીઓ વાવાઝોડાની સ્થિતિનો સામનો કરવા સજ્જ

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલી વિભાગીય કચેરીઓ ખાતે સ્પેશિયલ કંટ્રોલરૂમ દ્વારા પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રખાઇ રહી છે,ઇજનેરો, ટેકનિકલ કર્મચારીઓ અને વાહનો સાથેની ૪૯ ટીમ ખડેપગે, અન્ય ૨૫૦ જેટલી ટીમો પણ તૈયાર

વાયુ વાવાઝોડું : સાંજે ૭-૦૦ કલાક સુધીમાં દશ હજારથી વધુ પ્રવાસીઓને સૌરાષ્ટ્ર વિસ્તારના યાત્રાધામમાંથી
વતન તરફ સલામત રીતે પહોંચાડતું એસ.ટી.તંત્ર

અમરેલીના જાફરાબાદ બંદરે ફિશરીઝ વિભાગે 9 નંબરનું સૌથી ભયાનક કેટેગરીનું સિગ્નલ લગાવ્યું,પહેલીવાર લાગ્યું 9 નંબરનું હાઈ એલર્ટ સિગ્નલ

વેરાવળના કાંઠા વિસ્તારમાં પાણી ઘરોમાં ઘૂસ્યાં, એનડીઆરએફની ટીમ પહોંચી ઝાડેશ્વર વિસ્તારમાં, લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરુ

એરફોર્સનું દિલ્હીથી જામનગર આવી રહેલું વિમાન જામનગરમાં ઊતરાણ નહીં કરી શકે, વિષમ હવામાનને લઇને નહીં કરી શકે ઉતરાણ

વાયુ વાવાઝોડાની અસરરુપે કચ્છમાં માંડવીના દરિયાકિનારે મોજાં ઉછળી રહ્યાં છે. વરસાદ અને ભારે પવન ફૂંકાયો,

વાયુ વાવાઝોડાંને લઇને તંત્રની કામગીરીઃ 10,000 પ્રવાસીઓને ખસેડાયાં,દરિયાકાંઠાના 500 ગામડાં ખાલી કરાવાયાં, 2.15 લાખ લોકોને શેલ્ટર્સમાં શિફ્ટ કરાયાં, રાત્રિમાં પોલિસ પેટ્રોલિંગ ચાલુ  રાખવામાં આવશે

અમદાવાદમાં વાવાઝોડાની અસર નહીં થાય પરંતુ તૈયારી પૂરી રાખવામાં આવી છેઃAmc નો 550 લોકોનો સ્ટાફ તહેનાત, ભયજનક હોર્ડિંગ્સ અને બેનર ઉતારવાની સૂચના આપવામાં આવી, કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા

હવામાનવિભાગઃ વાયુ વાવાઝોડાંની ગતિ થોડી ઘટી, પરંતુ તીવ્રતા ઘટી, દિશા પણ થોડી બદલાઈ, હવે વેરાવળ-દ્વારકા વચ્ચે વાવાઝોડું ફંટાયું, 155-180 કિલોમીટરની ઝડપે ટકરાશે વાયુ વાવાઝોડું- સાંજે 5 કલાકની માહિતી

વેરાવળથી 270 કિલોમીટર દૂર “વાયુ”, 155-165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે વાવાઝોડુ, હવામાન વિભાગે આપી લેટેસ્ટ માહિતી,સવારના બદલે બપોરે હિટ થવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ

વાયુની વિપત્તિ વચ્ચે ઉત્તરગુજરાતમાં ભૂકંપીય આંચકાના ખબર, બનાસકાંઠાના અંબાજી પાલનપુર અને આબુ રોડ સુધી અનુભવાયાં 2.8ની તીવ્રતાના આંચકા, બપોરે 4.17 મિનિટે નોંધાયો આંચકો

વાયુ’ વાવાઝોડાની બપોરે 4 કલાકની સ્થિતિએ રાજ્યના ૧૦ સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી કુલ ૧,૬૪,૦૯૦ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા.મોરબી જિલ્લામાં ૪,૩૮૭, ભાવનગરમાં ૨૩,૨૬૭, જૂનાગઢમાં ૧૬,૦૧૩, ગીરસોમનાથ ૧૮,૦૫૮, જામનગર ૧૧,૬૫૩, દેવભૂમિ દ્વારકા ૨૮,૪૯૦, કચ્છ ૧૭,૯૮૨, પોરબંદર ૧૯,૯૯૮, રાજકોટ ૩,૪૩૬ અને અમરેલી ૨૦,૮૦૬ મળીને કુલ ૧,૬૪,૦૯૦ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાઃ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર

પોરબંદરના દરિયામાં ભારે લહેરો વચ્ચે તોફાની મોજાં ઉછળવાનું શરુ, વરસાદ પણ શરુ

તીથલના દરિયા કિનારે સહેલાણીઓની મોટી સંખ્યા, વાવાઝોડાની સ્થિતિને લઇ પેટ્રોલિંગ છતાં લોકો સહેલગાહ કરતાં નજરે પડે છે

નિગમની ઓનલાઇન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ દ્વારા રિઝર્વેશન કરાયેલ મુસાફરોને તેમના નોંધાવેલ મોબાઇલ નંબર ઉપર બસ રદ એવા એસ.એમ.એસ. દ્વારા જાણ કરી દેવાઇ છે અને રિઝર્વેશનની રકમનું ઓટો રીફંડ પણ તેમને ઝડપથી મળે એવી વ્યવસ્થા ગોઠવી દેવાઇ

વાયુ વાવાઝોડાંને લઇને અગમચેતીરૂપે સૌરાષ્ટ્રના પ્રવાસન અને યાત્રાધામોની એક્સપ્રેસ અને પ્રિમીયમ બસોની સેવા તા.૧૨/૦૬/૧૯ થી તા.૧૪/૦૬/૧૯ દરમિયાન રદ કરવાનો નિર્ણય કરાયઃ એસટી નિગમ

રાજ્યના બંદરો પર યાતાયાત અને માલવહન સ્થગિત કરી દેવાયાં છે તેમ જ દરિયા કિનારાના ગામોની કોઇ હોડી-બોટ કે માછીમારો દરિયામાં નથી તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

  • ઊના તાલુકાના સૈયદરાજપરા ગામમાં 41 વર્ષનો માછીમાર પરજણ પરમાર દરીયામાં તણાયો
  • વાવાઝોડાની તીવ્રતા સતત વધી રહી છે તેમ જ મધ્યરાત્રિએ જ્યારે લોકો સૂતા હોય ત્યારે ત્રાટકવાનું છે તે ચિંતાનો વિષય
  • વાયુ વાવાઝોડું બુધવારની મધ્યરાત્રિ કે ગુરૂવારની વહેલી સવારે ગુજરાત પર ત્રાટકવાની પૂરી શકયતાઓ
  • વાયુ વાવાઝોડાની તીવ્રતા અને પવનની ગતિ, વરસાદનું જોર ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં દરિયાકિનારાથી ૧૦ કિ.મી. વિસ્તારના ગામોમાં કાચા-અર્ધપાકા-પાકા મકાનોમાં રહેતાં ૧૦૦ ટકા લોકોને સલામત સ્થળે શિફટ કરવા સંબંધિત જિલ્લા કલેકટરોને સ્પષ્ટ સૂચનાઓ
  • દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન, ધૂળની ડમરીઓ અને વરસાદની શરુઆત સાથે વાયુ વાવાઝોડાંની અસર શરુ
  • સીએમ વિજય રૂપાણી, નાયબ સીએમ નિતીન મુખ્ય સચીવ જે.એન.સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓએ આજે દરિયાકાંઠાના અસરગ્રસ્ત ૧૦ જિલ્લાના વહીવટીતંત્ર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરી
  • એસ.ડી.આર.એફ.ની ૧૧ ટીમો અને મરીન પોલીસ પણ સ્ટેન્ડ ટુ કરી દેવાઇ છે. ઉપરાંત આર્મીની ૩૪ ટીમો પણ ગુજરાતમાં વાવાઝોડાંની પરિસ્થિતિને પહોંચી વળવા ખડેપગે
  • બપોરના ૧.૩૦ વાગ્યા સુધી ૧,૨૩,૫૫૦ નાગરિકોનું સ્થળાંતર કરાયું છે. જે માટે રાજયભરમાં ૧૨૧૬ જેટલાં આશ્રયસ્થાનો ઉભા કરાયાં
  • અત્યાર સુધીમાં એન.ડી.આર.એફ.ની 47 ટીમો જે ૧૦ અસરગ્રસ્ત થનારા જિલ્લાઓમાં તહેનાત કરી દેવાઇ
  • ૧૪ જેટલા સીનિયર આઇ.એ.એસ. અધિકારીઓને વાવાઝોડા સંદર્ભે ઘનિષ્ઠ મોનીટરીંગ કરી રહ્યાં છે
  • મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે જી.ઇ.બી., માર્ગ-મકાન, પોલીસ, ફિશરીઝ,  સિંચાઇ અને બાયસેગના ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ કાર્યરત
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી લોકોને સાવધાન રહેવા અપીલ કરી, સાથે તંત્રની તમામ તૈયારીઓની ધરપત આપી
  • આગામી 50 કલાક ગુજરાત માટે ભારે, પોરબંદરમાં સૌથી વધુ અસર થવાની સંભાવના જતાવતું કોસ્ટગાર્ડ, કોસ્ટગાર્ડના 7 સ્ટેન્ડ સુસજ્જ કરાયાં
  • રેલવેયાત્રીઓ જોગઃ વાયુ સાયક્લોન સામે અગમચેતીરુપે વેરાવળ, ઓખા, પોરબંદર, ભાવનગર અને ભૂજ / ગાંધીધામને આવરી લેતાં સ્ટેશનો પરના તમામ પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનોને 14 તારીખની સવાર સુધી રદ કરાઈ છે

પોરબંદર, મહુવા, વેરાવળ અને દીવમાં 140 થી 150 કિમીની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આશંકા વ્યકત કરી છે. તમામ જિલ્લામાં કન્ટ્રોલ રૂમો શરૂ કરી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે ભયસૂચક 2 નંબરના સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે. માંગરોળ તાલુકાના 10 અને માળિયા તાલુકાના 4 ગામોને એલર્ટ પર મુકાયા છે. ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર પણ સાબદુ કરવામાં આવ્યું છે. બંદરે બે નંબરનું સિગ્નલ લગાડી દેવાયુ છે.

આજે સવારથી કાંઠા વિસ્તારના ગામોમાંથી નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતરની કામગીરી શરૂ કરી દેવામાં આવ્યું છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું છે કે, કાંઠા વિસ્તારમાં 2.91 લાખ લોકોને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે. સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારના 408 ગામડાઓમાં વાવાઝોડાની વધુ અસર થઈ શકે છે.

સૂકા નાસ્તાના પાંચ લાખ ફૂડ પેકેટ, પીવાના પાણીના પાઉચ સાથે તૈયાર કરવા પણ રાજ્યના પુરવઠા વિભાગને સૂચના આપવામાં આવી છે. પોરબંદર, ગીરસોમનાથ, બોટાદ, ભાવનગર, દ્વારકા, જામનગર, મોરબી, જૂનાગઢ, અમરેલી અને કચ્છ જિલ્લાની શાળા કોલેજો આજે અને આવતીકાલે બંધ રહેશે.

વાયુ પોતાની તીવ્રતામાં વધારો કરી ચૂક્યું છે અને હવે બહુ જ ગંભીર ચક્રવાત તોફાનમાં બદલાઈ ગયું છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું કે, તે આજે રાત્રે વેરાવળ તટને પાર કરશે તેવી શક્યતા છે.

વાયુ વાવાઝોડાને પગલે રાજ્યના દરિયાકિનારઓને એલર્ટ કરવામાં આવ્યા છે. વાયુ વાવાઝોડાની અસર વેરાવળ બંદરમાં દેખાવા લાગી છે. દરિયામાં કરંટના કારણે મોજા વધુ ઉંચા જોવા મળી રહ્યા છે. વેરાવળ બંદર પર 45૦૦ જેટલી નાની મોટી બોટો છે. વાવાઝોડું આવે તો 100થી વધુ બોટોને નુકશાન થાય તેવી શક્યતા છે. બંદર પર પાર્કિંગ ની વ્યવસ્થા ન હોવાથી આ 1૦૦ જેટલી બોટોનું સલામત જગ્યા પર પાર્કિંગ નથી થઇ શક્યું.

Live Updates

  • “વાયુ” ની દિશા બદલાઈ
  • પોરબંદર અને દિવની વચ્ચે ટકરાશે “વાયુ”
  • વેરાવળ અને દિવના બદલે હવે પોરબંદર અને દિવ વચ્ચે ટકરાશે “વાયુ”
  • સંભવિત વાયુ વાવાઝોડાને પગલે ભાવનગર મંડળ રેલવે દ્વારા કરવામાં આવ્યો મહત્વનો નિર્ણય
  • જુનાગઢ અમરેલી વેરાવળ ઉના બોટાદ અને ભાવનગર તરફ ચાલતી મીટરગેજની તમામ ટ્રેનો આજે અને     આવતીકાલે બંધ રાખવામાં આવશે
  • તંત્ર સંપૂર્ણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ
  • મુખ્યપ્રધાન તેમજ નાયબ મુખ્યપ્રધાન હેડક્વાર્ટર ખાતે બેસી સ્થિતીનું મોનિટરિંગ કરશે
  • 3 દિવસ રાજ્યના તમામ પ્રધાને સ્ટેન્ડ ટુ રહેશે…
  • કચ્છમાં 5 તાલુકા ના કુલ 26 ગામ ના 2000 લોકો નું સ્થળાતર કરાયું
  • હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડું વેરાવળથી 340 કિમી દૂર
  • 40થી 150 કિલોમીટરની ઝડપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાશે
  • રાજ્યના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો
  • સૌરાષ્ટ્રમાં 6 ટ્રેનોને રદ કરાઈ
  • રાજ્યમાં કુલ 1.20 લાખ લોકોનું સ્થળાંતર
  • 8300 એસટી બસો જીપીએસ સિસ્ટમ સાથે તૈયાર
  • દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 12 વાગ્યા સુધીમાં 45 ગામમાંથી 12356 લોકોનું સ્થળાંતર
  • ક્યાં કેટલી એનડીઆરએફની ટીમ તહેનાત રહેશે…

    • પોરબંદર – 3
    • જૂનાગઢ – 3
    • ગીર સોમનાથ – 5
    • અમરેલી – 4
    • વલસાડ – 1
    • સૂરત – 1
    • ભાવનગર – 3
    • મોરબી – 2
    • કચ્છ – 2
    • જામનગર – 2
    • દ્રારકા – 3
    • રાજકોટ – 4
    • ગાંધીનગર – 1
    • વડોદરા – 2
  • ક્યાં ક્યાં વાતાવરણ પલટાયું

    • બનાસકાંઠામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો.હાલમા ખેડૂતો બાજરીના પાકની કાપણી કરી રહ્યા છે, જો વરસાદ પડે તો તેમને નુકશાન થઈ શકે છે. ત્યારે વાતાવરણમા પલટાને લઈ ખેડુતો ચિંતિત બન્યા છે. 
    • પાટણ, અરવલ્લી તથા મહીસાગરજિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. આકાશમાં છૂટા છવાયા વાદળો ઘેરાયા છે. વાતાવરણમાં પલટાથી ગરમીમાં રાહત મળી.
    • વલસાડમાંદરિયાના મોજા શક્તિશાળી બન્યા. જોકે, દરિયા કિનારા પર કોઈ પણ તંત્ર કે પોલીસ કાફલો નહિ
    • સાબરકાંઠાજિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. હિંમતનગરમાં વહેલી સવારથી આકાશ વાદળોથી ઘેરાયુ. જોકે, રાત્રિ દરમિયાન ભારે બફારો બની રહ્યો હતો. વહેલી સવારથી ગરમીમાં રાહત મળી. 
    • ભરૂચજિલ્લાના તાલુકાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો. આમોદ અને જંબુસરમાં અમીછાંટણા પડ્યા.
    • ડભોઈના ચાંદોદ ખાતે વરસાદનું આગમન થયું. પવન સાથે વરસાદ થતા લોકોને અસહ્ય ગરમીમાંથી છૂટકારો મળ્યો.
    • વાયુ વાવાઝોડાની અસર જોવા મળી. અમદાવાદમાંવહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે.

     

  • લાઈવ અપડેટસ
  • પશ્ચિમ રેલવે આજે, રાજકોટ અને અમદાવાદ માટે 17.45 કલાક અને 20.05 કલાકે ઓખા સ્ટેશનથી બે સ્પેશિયલ ટ્રેન ચલાવશે,સ્થળાંતરણ માટે વ્યવસ્થા કરાઈ
  • 25,000 લોકોનું સ્થળાંતર કરાયું છે..

    કંડલા પોર્ટ બંધ કરાયું છે,સૌરાષ્ટ્રના એરપોર્ટ બંધ કરાયા,એસ ટી બસના કર્મચારીઓની રજા રદ કરાઈ

    તીથલના દરિયામાં ખૂબ ઊંચા મોજા ઉછળ્યા

    ગુજરાતમાં અત્યાર સુધી ઝાડ પડવાના અને વીજળી ત્રાટકવાથી છ લોકોના મોત

    નવસારીના દરિયાકાંઠે કરંટ જોવા  મળ્યો

    કચ્છમાં મરીન કમાન્ડો તહેનાત કરાયા, ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર સજ્જ

    વાવાઝોડાની તીવ્રતા વધતાં એનડીઆરએફની 12 ટીમ તહેનાત કરાઈ

    પોરબંદરમાં 130 શેલ્ટર હોમ તૈયાર કરાયા છે

    સીએમ વિજય રૂપાણીનો આદેશઃ કાચા મકાનમાં રહેતા તમામ લોકો આજે બપોરે 3 વાગ્યા સુધીમાં સલામત સ્થળે ખસી જાય