જૂનાગઢ: મહાનગરપાલિકાની ચૂંટણી સાથે જ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની અન્ય સંસ્થાઓની મતગણતરી શરૂ થઈ ચૂકી છે. જૂનાગઢમાં જંગ જીતવા માટે 159 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થયો. જૂનાગઢમાં 14 વોર્ડની 56 બેઠક પર 21 જુલાઇએ ચૂંટણી યોજાઈ હતી.જૂનાગઢ મહાનગરપાલીકાની 56 બેઠકો પૈકી 51 બેઠકો પર ભાજપનો વિજય થયો છે, જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 1 બેઠક અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષને 4 બેઠકો પ્રાપ્ત થઈ છે. પાટણની સાંતલપુર જિલ્લા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર અરજણભાઈ આહીરનો 2202 મતથી ભવ્ય વિજય થયો છે. ભાજપના સમર્થકો દ્વારા પેંડા ખવડાવી અરજણભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું.તો પોરબંદર કુતિયાણા તાલુકા પંચાયતની પાંચ બેઠકો પર પરિણામ જાહેર થયું છે. કડેગી, કોટડા અને ખાગેશ્રી બેઠક પર ભાજપનો વિજય થયો. તો દેવડા અને ચૌટા બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો. જૂનાગઢ વોર્ડ 2 અને વોર્ડ 6 ભાજપની પેનલ વિજેતા થઈ. તો ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 ની એક બેઠક પર ભાજપનો વિજય થયો છે.
પોરબંદરના કુતિયાણા તાલુકા પંચાયતની કડેગી બેઠક પર ભાજપની જીત થઈ છે. તો રાતિયા બેઠક પર પણ ભાજપના ઉમેદવારની જીત થઈ છે. જૂનાગઢ વિસાવદર તાલુકા પંચાયતની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. મોણીયા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર દયાબેન કિશોરભાઈ ડોબરીયા વિજેતા થયા છે.કચ્છની 4 તાલુકા પંચાયત 5 સીટના ઉમેદવાર જાહેર થયા છે. અંજાર તાલુકા પંચાયતની ટપ્પર સીટ ઉપર કોંગ્રેસ 117 વોટથી શામજી ભૂરા ડાંગર વિજયી બન્યા છે. નખત્રાણા તાલુકા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર મંજુલાબેન નાથાણી 835 મતે વિજયી બન્યા છે. નખત્રાણાના વિરાણી સીટ બીજેપીના 123 મતથી જીત્યા છે. તો ભૂજ તાલુકા પંચાયતની ઝુરા બેઠક ઉપર 243 મતથી વાલજી વેલજી મ્હેસવરી અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. ગાંધીધામના અંતરજાળ સીટ પર ભાજપના રમીલાબેન 25 મતથી જીત્યા છે. પાટણ તાલુકા પંચાયત પેટાચૂંટણીમાં શંખેશ્વર તાલુકા પંચાયતની સૂબાપુરા બેઠકનું પરિણામ જાહેર. શંખેશ્વર તાલુકા પંચાયતના સૂબાપુરાના ભાજપના ઉમેદવાર જમાજી ઠાકોર 1008 મતોથી વિજેતા થયા. મહેસાણા તાલુકા પંચાયતના આંબલિયાસણ બેઠકના ભાજપના ઉમેદવાર રાવલ ભરતભાઇની જીત થઈ છે. ભાજપનો 1453 મતથી વિજય થયો. ભાજપને 2410 મત મળ્યા, તો કોંગ્રેસને 957 મત મળ્યાં છે.
કુલ 14 જિલ્લાની 25 તાલુકા પંચાયતોના 43 મતદાર મંડળોની પેટા ચૂંટણી યોજવામાં આવી હતી જૈ પૈકી ભાજપને 32 બેઠકો મળી છે, તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 8 બેઠકો અને અપક્ષોને 3 બેઠકો મળી છે.