જામનગર: ગુજરાતમાં દિવાળીની ખરીદારી જોરશરમાં જોવા મળી રહી છે. ત્યારે બજારમાં ફડાકટા કપડા લેવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે જામનગર શહેરમાં રણજીત સાગર તરફના જાહેર રોડ પર અનેક સ્થળે ફટાકડાના વેચાણ કેન્દ્ર શરૂ થયા છે. પોલીસ તપાસ દરમિયાન તમામ માથી 6 ફટાકડા વિક્રેતાઓ લાઈસન્સ વિના ધંધો કરતા હોવાનું બહાર આવ્યું છે. જેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જામનગરના રણજીત સાગર રોડ પર સિદ્ધિવિનાયક પાર્ક સોસાયટીના ખૂણા પાસે ચેતન ઘનશ્યામભાઈ વશિયર નામના વેપારી દ્વારા જાહેર રોડ પર સ્ટોલ ઉભો કરીને ફટાકડા નું વેચાણ શરૂ કરાયું હતું. જેની પોલીસ તપાસ થતા લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ફટાકડા નું વેચાણ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી પોલીસે ફટાકડા નું વેચાણ બંધ કરાવ્યું હતું, અને વિક્રેતા ચેતન વશિયર સામે જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસમાં ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત તે વિસ્તારમાં જાહેરમાં ફટાકડાનું વેચાણ કરી રહેલા વિપુલ પ્રભુભાઈ ગંઢા નામના વેપારીની પૂછપરછ કરતાં તેની પાસે પણ ફટાકડાનું વેચાણ કરવા માટેનું લાયસન્સ મળ્યુ ન હતું. તેમ છતાં ફટાકડા નું વેચાણ કરતો હોવાથી તેમનું વેચાણ બંધ કરાવ્યું હતું, અને તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રણજીત સાગર રોડ પર અન્ય જુદા જુદા સ્થળોએ જાહેરમાં મંજૂરી વિના ફટાકડાનું વેચાણ કરી રહેલા મિલન કિશોરભાઈ લીંબાસીયા અને દર્શન વિનોદભાઈ ધોકિયાની અટકાયત કરી લઈ તેઓ સામે પણ જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધ્યો છે.