‘વિશ્વ મહિલા દિવસ’ નિમિત્તે અમદાવાદમાં વાર્તાલાપ સત્ર

અમદાવાદઃ નારીવાદ તથા સ્ત્રી-પુરુષ સમાનતાના સિદ્ધાંતને બિરદાવવા માટે આવતી 6 માર્ચે, ‘વિશ્વ મહિલા દિવસ’ નિમિત્તે અમદાવાદમાં એક વાર્તાલાપ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ વાર્તાલાપ 6 માર્ચે બપોરે 3-7 દરમિયાન અમદાવાદના રામદેવનગરસ્થિત કોર્ટયાર્ડ મેરિયટ ખાતે યોજવામાં આવનાર છે.

યાદીમાં આ મહેમાનોનો સમાવેશ થાય છેઃ ડો. જય મદાન, સ્નેહલ યશ બ્રહ્મભટ્ટ, અમી ભટ્ટ, શિલ્પા ચોક્સી, પબીબેન રબારી, યુવરાની વિધાત્રીદેવી ઉટેલિયા, વિક્રમસિંહ ભાટી અને મેઘનાકુમારી સિંહ, ડો. સારિકા મહેતા. આ વક્તાઓ મહિલા સશક્તિકરણ વિશે શ્રોતાઓ સમક્ષ એમનાં વિચારો પ્રસ્તુત કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]