જુઓ મોટેરા સ્ટેડિયમ અંદરથી કેવુ લાગે છે

 

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ અમદાવાદ આવશે. તેઓ પીએમ નરેન્દ્ર મોદી સાથે મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનાર ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં હાજરી આપશે. મોટેરા સ્ટેડિયમમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ તૈયાર થઇ ગયું છે. અંદાજે રૂ.800 કરોડના ખર્ચે 63 એકરમાં બનેલા આ સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર લોકો એક સાથે બેસીને ક્રિકેટની મજા માણી શકશે.

આ કાર્યક્રમમાં કૈલાશ ખેર, પાર્થિવ ગોહિલ, પુરૂષોતમ ઉપાધ્યાય, કિંજલ દવે અને કિર્તિદાન ગઢવી સહિત અન્ય કલાકારો પણ પર્ફોર્મ કરશે.

મોટેરા સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર પ્રેક્ષકો વચ્ચે મોદી અને ટ્રમ્પનો ખાસ કાર્યક્રમ યોજાવાનો છે તેની સલામતી અને સુરક્ષાની સાથે સરળતાથી પ્રવેશ મળી શકે તે માટેની વ્યવસ્થાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.

મોટેરા સ્ટેડિયમની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીના પોસ્ટરો

અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનાર ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાતના 2000 જેટલા ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

(તસવીર : પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]