અમદાવાદઃ આજે અમદાવાદ શહેરમાં ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા મેગા રેડ કરવામાં આવી છે. ઈનકમ ટેક્સ વિભાગે એક સાથે શહેરના 6 જેટલા સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં કુલ 10 કરોડ જેટલી રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.
શહેરના જાણીતા બે મોટા એન્ટ્રી ઓપરેટરો સંજય શાહ અને જીજ્ઞેશ શાહના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. તેમના ઘરે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આઈટી વિભાગને આ બન્નેના ઘરમાંથી 10 કરોડ જેટલી રોકડ રકમ હાથ લાગી છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલી આ મેગા રેડમાં શેરબજારના કેટલા મોટા માથાઓના નામ પણ બહાર આવી શકે છે.
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલી આ મેગા રેડમાં શેરબજારમાંથી લેવાતા કટીંગના વેપારનો પર્દાફાશ થઇ શકે છે. આ મેગા રેડથી શહેરના મોટા બિઝનેસ મેન, બિલ્ડરો અને શેરબજારના વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.