નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો, ખેડૂતો માટે રાહતના સમાચાર

નર્મદાઃ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યારે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે અને દર કલાકે ડેમની જળ સપાટીમાં 3 સેન્ટિમીટરનો વધારો થઈ રહ્યો છે. અત્યારે હાલ ડેમની જળ સપાટી 125.26 મીટર પર પહોંચી છે.

નર્મદા નદી ગુજરાતની જીવાદોરી છે જે ખેડુતોનો ખૂબ મોટો સહારો છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 63720 ક્યુસેક પાણીની આવક થઇ છે. તેની સામે 10127 ક્યુસેક પાણીની જાવક છે. અત્યારે નર્મદા ડેમ 75 ટકા જેટલો ભરાઈ ગયો છે જેના કારણે જળ સંકટ ઓછુ થયું છે.

નર્મદા ડેમનું CHPH પાવર હાઉસનું એક યુનિટ ચાલુ કરવામાં આવ્યું છે. ડેમમાં ગુરૂવારે 2221.79 MCM પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. ગુજરાતની મેઇન કેનાલમાં 7840 ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યું છે. ડેમમાં ગુરૂવારે 2221.79 MCM પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે.

નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે જેને ખેડુતો માટે રાહતના સમાચાર ચોક્કસ કહી શકાય. ડેમમાં પાણીની આવક વધી છે અને જેના કારણે જળ સંકટ ટળ્યું છે અને એટલા માટે રાજ્યમાં ખેડુતોને ખેતી કરવા માટે પૂરતી માત્રામાં પાણી આપી શકાશે. જેને કારણે ખેડુતોને ખેતી માટે જે પાણીની અછત વર્તાય છે તેનાથી છુટકારો ચોક્કસ પ્રાપ્ત થશે.