ગાંધીનગર-રાજયમાં વરસી રહેલા વરસાદે આજે તા.૨૦-૮-૧૮ના રોજ સવારે ૮.૦૦થી ૧૦.૦૦ કલાક દરમિયાન ૧૧ તાલુકાઓમાં નોધનીય વરસાદ થયો છે.જેમાં સતલાસણા તાલુકામા ૫૫ મી.મી. એટલે કે બે ઈંચથી વધુ અને ખેરગામ, વાંસદા, ધરમપુર, પારડી, ફતેપુરા, વઘઇ, માડવી, અમીરગઢ અને કપરાડામા એક ઈચથી વધુ વરસાદ થયો છે. આ ઉપરાંત રાજયના ૧૪ જળાશયો સો ટકાથી વધુ ભરાઇ ગયાં છે.
સરદાર સરોવર જળાશયમાં હાલ ૧૩૨૭૫૨ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૩૯.૭૪ ટકા છે.જયારે રાજયના ૨૦૩ જળાશયોમાં હાલ કુલ ૧૮૩૩૧૧ એમ.સી.એફ.ટી જળ સંગ્રહ છે જે કુલ સંગ્રહશકિતના ૩૨.૯૪ ટકા છે. રાજયના ૨૨ જળાશયોમા ૧૦૦૦ કયુસેકથી વધુ પાણીની આવક થઈ છે.
અરવલ્લી જિલ્લામાં છેલ્લાં 24 કલાકમાં ધનસુરા ૪.૮૭ ઇંચ,ભીલોડા ૪.૭૫ ઇંચ,,મોડાસા, મેઘરજ અને બાયડ ૩ ઇંચ વરસાદ, માલપુર તાલુકામાં ૨.૭૫ ઇંચ વરસાદ થયો છે.શામળાજીના મેશ્વો જળાશયમાં 1100 અને બાયડના વાત્રક જળાશયમાં 200 ક્યૂસેક પાણીની આવક થઇ છે