વાતાવરણ ને કારણે રિવરફ્રન્ટના નૌકાવિહાર પર અસર

અમદાવાદ: ગુજરાત ના દરિયા માં સર્જાયેલા આફતના વાદળો અને ચક્રવાત રાજ્ય માં પ્રવેશ કરે એ પૂર્વે તમામ નાના મોટા શહેર ને સજ્જ કરી દેવામાં આવ્યા છે. હવે..અરબ સાગર થી ગુજરાત ના દરિયા કાંઠા તરફ આવી રહેલા બિપરજોય નામક ચક્રવાત ની અસરો શરૂ થઇ ગઇ છે.

રાજ્ય ના સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણાં વિસ્તારોમાં વાતાવરણની અસરો વર્તાઈ રહી છે. એન.ડી.આર.એફ સહિત દરિયાઈ સુરક્ષા કરતી એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. ત્યારે અમદાવાદ રાજ્યનું મુખ્ય મથક હોવાથી અહીં તંત્ર સાવધાન થઈ ગયું છે.

કાંકરિયા તળાવ અને સાબરમતી રિવરફ્રન્ટ પર ખાસ ચોકસાઈ રખાઈ રહી છે. શહેર ફાયર વિભાગ 85 વુડન કટર, 65 સ્લેબ કટર, બોટ સાથે તમામ ફાયર સ્ટેશનોને સાવચેતી માટે સ્ટેન્ડ ટુ રખાશે.

સાબરમતી રિવરફ્રન્ટના વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે. વાતાવરણ ના પલટાથી સાવચેતીના ભાગરૂપે રિવરફ્રન્ટ પર હાલ બાળકોને મનોરંજન આપતી બોટ બંધ કરવામાં આવી છે. સાબરમતી નદીમાં અત્યારે ફક્ત સ્પીડ બોટ જ ઉપયોગમાં લેવાઈ રહી છે.

પ્રજ્ઞેશ વ્યાસ