IITGNએ વિવિધ કર્મચારીઓને એવોર્ડથી સન્માનિત કર્યા

ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગરે (IITGNએ) કેટલીક જરૂરી સેવાના કર્મચારીઓની નિષ્ઠાનો આભાર વ્યક્ત કરવા અને તેમને સન્માનિત કરીને પ્રજાસત્તાક દિવસ 2022ની ઉજવણી કરી હતી. આ કર્મચારીઓએ કોરોના રોગચાળામાં પણ સંસ્થાના સમુદાય પ્રત્યે પૂરી નિષ્ઠાથી તેમની  ફરજ બનાવી હતી. જેથી આવા નિષ્ઠાવાન કર્મચારીઓ જેવા કે એમ્બ્યુલન્સ ડ્રાઇવર, સિક્યોરિટી  સુપરવાઇઝર, હોસ્ટેલ કેરટેકર, હાઉસકીપિંગ સ્ટાફ, ઓફિસ એટેન્ડન્ટ, સ્ટુડન્ટ્સ વોલન્ટિયર, કાઉન્સેલર અને બેન્ક સ્ટાફ સહિત વિવિધ બિનશૈક્ષણિક કર્મચારીઓની સેવાઓ પ્રત્યે સંસ્થાએ પણ કેમ્પસ ડેવલપમેન્ટ એવોર્ડ્સ સહિત અનેક એવોર્ડ્સ જેવા કે એક્સલન્સ એવોર્ડ્સ એનાયત કર્યા હતા.

સંસ્થામાં એમ્બ્યુલન્સ ડ્રાઇવર તખતસિંહ સોલંકીને સંસ્થાના સમુદાયને રોગચાળાના સમયમાં તેમની ઉત્કૃષ્ટ સેવાઓ માટે કેમ્પસ ડેવલપમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તખતસિંહે કહ્યું હતું કે હું IITGNનો એવોર્ડ મેળવીને ગૌરવાન્વિત અનુભવું છું, જેમાં પ્રો. ઉમાશંકર સિંહ, એસોસિયેટ પ્રોફેસર (બાયોલોજિકલ એન્જિનિયરિંગને આઉટરિચ એક્ટિવિટીઝ માટે ફેકલ્ટી એક્સલન્સ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે ગયા વર્ષે કોરોનાની બીજી લહેરમાં રાજ્ય સરકારની મદદથી કેમ્પસમાં કોરોનાનો RT-PCR ટેસ્ટ કરવા માટે નિઃસ્વાર્થ પ્રયાર અને સ્વૈચ્છિક યોગદાન આપ્યું હતું.

આ ઉપરાંત સંસ્થાએ ટીચિંગ, રિસર્ચ, ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગ અને અન્ય ગતિવિધિઓ માટે ચાર ફેકલ્ટી સંભ્યો ફેકલ્ટી એક્સલન્સ એવોર્ડ્સ આપ્યા હતા.

અગાઉ ધ્વજારોહણ સમારોહમાં IITGNના ડિરેક્ટર પ્રો. અમિત પ્રશાંતે સંસ્થાના સમુદાયને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આવો આપણે બધા IITGNના વારસાને આગળ વધારીએ અને લક્ષ્ય હાંસલ કરવા કાર્યરત થઈએ.

આ સાથે IITGNના વિદ્યાર્થીઓએ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વિડિયો રેકોર્ડિંગ અને ફોટોના માધ્યમથી દેશભક્તિનાં ગીત, નૃત્ય, કવિતા અને રાષ્ટ્રને શ્રદ્ધાંજલિ આપી હતી. જેને IITGNના કલ્ચરલ કાઉન્સિલનાના સોશિયલ મિડિયાના પેજ પર પોસ્ટ કરવામાં આવ્યાં હતાં. જ્યારે IITGNની સ્પોર્ટ્સ કાઉન્સિલે નિયમિત ફિટનેસને પ્રોત્સાહિત કરવા માટે કોમ્યુનિટીના સભ્યોની વચ્ચે દોડવાની આદત નાખવા માટે બીટ ધ વોર્ડન ચેલેન્જ ઓનલાઇન મોડનું આયોજન કર્યું હતું.