IAS અધિકારીની બંધક બનાવીને મારપીટ, ત્રણની ધરપકડ

સાબરકાંઠાઃ માછીમારોના એક ગ્રુપને IAS અધિકારીને કલાકો સુધી બંધક બનાવીને રાખ્યા અને તેમની મારપીટ પણ કરી હતી, એમ પોલીસે એ માહિતી આપી હતી. આ ઘટના ચોથી માર્ચના સાંજની છે. આ મામલામાં 17 લોકોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે કહ્યું હતું કે એમાંથી ત્રણની ધરપકડ કરી લેવામાં આવી છે અને બાકીની તપાસ જારી છે. ફરિયાદમાં અધિકારીએ કહ્યું હતું કે આરોપીઓની અધિકારી સાથે બોલાચાલી થઈ હતી. આરોપીઓએ તેમની મારપીટ કરી હતી અને બંધક બનાવી લીધા હતા. ત્યાર બાદ આ મામલાની ફરિયાદ ના કરવા માટેના આશ્વાસને તેમને છોડવામાં આવ્યા હતા.

રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં ધરોઈ બંધની પાસે એક ગામમાં માછલી પકડવાની કામગીરીથી જોડાયેલા લોકોએ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ (IAS)ના અધિકારી નીતિન સાંગવાનને બંધક બનાવી લીધા હતા અને તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. પોલીસે એ માહિતી આરોપી હતી. એવી આશંકા છે કે એક મત્સ્ય પ્રોજેક્ટમાં અનિયમિતતા માલૂમ પડતાવે કારણે આ ઘટના થઈ હતી. સાબરકાંઠા જિલ્લાના પોલીસ અધિકારી (DSP) વિશાલ વાઘેલાએ કહ્યું હતું કે મત્સ્ય ડિરેક્ટરના રૂપમાં કાર્યરત સાંગવાન સોમવારે નીચેના અધિકારીઓની સાથે ગામની મુલાકાતે ગયા, ત્યારે તેમના પર હુમલો થયો અને ઇજા પહોંચી હતી, પણ તેઓ હવે જોખમથી બહાર છે.

DSPએ કહ્યું હતું કે પોલીસે IAS અધિકારી પર હુમલામાં સામેલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. વાઘેલાએ કહ્યું હતું કે ગુનામાં સામેલ ત્રણ લોકોની પહેલાં ધરપકડ કરવામાં આવી ચૂકી છે, અન્ય આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી અને તેમને પકડવાના પ્રયાસ જારી છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]