અમદાવાદઃ નિત્યાનંદ આશ્રમ વિવાદમાં સપડાયેલી દિલ્હી પબ્લિક સ્કૂલના ખોટા NOC મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે સ્કૂલના ટ્રસ્ટી અને વડા મંજુલા પૂજા શ્રોફને ગુજરાત હાઈકોર્ટે વચગાળાની રાહત આપી છે અને આગોતરા જામીન અરજી મામલે હાઇકોર્ટે સરકારને નોટિસ ઈશ્યુ કરી છે અને જવાબ 7 જાન્યુઆરી સુધી જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે.
આજે મંજુલા શ્રોફના વકીલ તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, મંજુલા પૂજા શ્રોફ એ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. ભૂતકાળમાં તેમણે શિક્ષણ ક્ષેત્રે સારા કામો કર્યા છે અને એવા ખોટા કેસમાં શા માટે તેમની છબી ખરાબ કરવામાં આવી રહી છે. અગાઉ આ અરજદાર મંજુલા શ્રોફે બાળકો માટે ઘણા એવા સારા કામ કર્યા છે જે ધ્યાને લેવામાં આવે. વધુમાં વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી કે, જ્યાં સુધી મંજુલા શ્રોફની આગોતરા જામીન અરજી પર સુનવણી ન થાય ત્યાં સુધી વચગળાની રાહતની માગણી કરવામાં આવી હતી, જે કોર્ટે ગ્રાહ્ય રાખી છે.
મંજુલા પૂજા શ્રોફની આગોતરા જમીન અરજી નીચલી કોર્ટ ફગાવતા તેમને હાઇકોર્ટનું શરણું લીધું હતું.
અરજીમાં મંજૂલા શ્રોફે રજુઆત કરી હતી કે, તેમના પર લાગેલા આરોપ ખોટા છે. અમે તપાસમાં સહકાર આપવા માટે તૈયાર છીએ તો અમને આગોતરા જામીન આપવામાં આવે.
આ કેસમાં પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંત અને પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆએ પણ આગોતરા જામીન મેળવા માટે પણ હાઇકોર્ટમાં અરજી કરી હતી. આરોપીઓએ રાજ્ય સરકારની નકલી એનઓસી CBSE માં રજૂ કરી શાળાના માન્યતા મેળવી છે. જેમાં ત્રણે આરોપીઓએની ધરપકડ થાય તેમ છે એટલે તમામે ધરપકડથી બચવા માટે કોર્ટનું શરણું લીધું હતું.