જેમના જીવનની ચમત્કારિક વાતોથી અનેક ફિલ્મ નિર્માતા પ્રભાવિત થયા. બોલિવૂડના જાણીતા ડિરેક્ટર સંજય લીલા ભણસાલીએ આ આધારે બ્લેક ફિલ્મ પણ બનાવી. એવા પ્રેરણાત્મક વ્યક્તિત્વ ધરાવતા દિવ્યાંગ હેલેન કેલરનો આજે દિવસ છે.
હેલન કેલર બીએની ડીગ્રી પ્રાપ્ત કરનાર પ્રથમ અંધબધીર વ્યક્તિ હતા. તેઓ લેખિકા પણ હતા. ઉપરાંત વિવિધ ઉદ્દેશો માટે તેમણે પોલિટીકલ એક્ટિવીસ્ટની પણ ભૂમિકા નિભાવી હતી. હેલન કેલર અંધબધીર વ્યક્તિઓ અને તેમના માટે કામ કરતા લોકો માટે પ્રેરણા સમાન છે. આજે 27 જુન હેલેન કેલરનો જન્મ દિવસ છે.
હેલેન કેલરના જન્મ દિવસને અમદાવાદ શહેર બ્લાઈન્ડ પીપલ્સ એસોસિયેશન દ્વારા આલ્ફા વન મોલ વસ્ત્રાપુર ખાતે ઉજવવામાં આવ્યો. બ્લાઈન્ડ પીપલ્સ એસોસિયેશનમાં ટ્રેનિંગ લઈ તૈયાર થયેલા 30 જેટલા દિવ્યાંગ બાળકોએ તૈયાર કરેલી ચીજવસ્તુઓ આલ્ફા વન મોલ વસ્ત્રાપુર ખાતે મુકવામાં આવી.
બી.પી.એ ના વોકેશનલ ટ્રેઇનર દિનેશ બહલ ચિત્રલેખા. કોમને કહે છે હેલેન કેલર સામાન્ય માણસ અને દિવ્યાંગ તમામ માટે પ્રેરણા આપે એવા વ્યક્તિ હતા. એમના જન્મ દિવસ ને ધ્યાન માં રાખી અમારા વોકેશનલ ટ્રેઈનિંગ સેન્ટર માં તૈયાર થયેલી ચીજવસ્તુઓ એકદમ પ્રતિષ્ઠિત મોલમાં વેચાણ માટે મુકી. દિવ્યાંગ બાળકો એ તૈયાર કરેલા લટકણીયા, વોલ પીસ, દીવડાં, રાખડીઓ, બાંધણી, પેપર-કપ-પ્લેટ બાઉલ જેવી અનેક વસ્તુઓ નું પ્રદર્શન વેચાણ કરવામાં આવ્યું હતું. જેથી દિવ્યાંગ બાળકો આત્મનિર્ભર થાય. લોકો ને પણ જાણકારી રહે કે દિવ્યાંગ બાળકો પણ અદ્ભુત ચીજવસ્તુઓ બનાવી શકે છે.
આ સાથે ‘ ડીફ એન્ડ બ્લાઈન્ડનેસ અવેરનેશ’ પ્રોગ્રામ હતો. જે વ્યક્તિ માં શ્રવણ શક્તિ અને દ્રષ્ટિ ના હોય એને કેટલી અગવડ પડે. એમાંથી તૈયાર કરી એ દિવ્યાંગ બાળકો ને સામાન્ય લોકો સાથે જોડવાનો એક પ્રયાસ આલ્ફા વન મોલ વસ્ત્રાપુર ખાતે કરવામાં આવ્યો હતો. દિવ્યાંગ બાળકો રમત ગમત સાથે મનોરંજન મેળવ્યું. આ સાથે એમના કૌશલ્યને પ્રદર્શિત કરી સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
(પ્રજ્ઞેશ વ્યાસ)