અમદાવાદઃ રાજ્યમાં અત્યારે ગરમીએ માઝા મુકી છે. અંગ દઝાડતી ગરમી અત્યારે આખા રાજ્યને દઝાડી રહી છે. ત્યારે ગુજરાતમાં ગરમીએ છેલ્લા 17 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો હોવાની માહિતી હવામાન વિભાગે આપી છે. ગુજરાતમાં સૌથી વધુ તાપમાન મોડાસામાં બપોરે 48 ડિગ્રી મોબાઇલ એપ્સમાં નોંધાયું હતું. જોકે રાજ્યનું સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 43.6 ડિગ્રી તાપમાન રહ્યું હતું.
રાજ્યમાં સરેરાશ ગરમી 45 ડિગ્રીને પાર પહોંચી ગઈ છે. તાપમાને હદ વટાવતાં તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને કામ વગર ઘરની બહાર ન નીકળવા તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.બપોરે કન્સ્ટ્રકેશન સાઈટ બંધ રાખવાનો આદેશ પણ આપી દેવાયાં છે. તો આ સાથે જ આગામી દિવસોમાં હિટવેવ અને ગરમીનું પ્રમાણ વધવાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પારો 45 ડિગ્રી પર પહોંચ્યો છે અને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
રાજ્યમાં પાંચ શહેરોનું તાપમાન 42.-43 ડિગ્રી વચ્ચે હોવાથી ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 48 કલાક ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સૂરત, ભાવનગર, વેરાવળ, પોરબંદર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે.