અમદાવાદઃ રાજ્યના આરોગ્ય વિભાગે ચેપીરોગવિરોધી હોમિયોપથી દવા આર્સેનિકમ એલ્બમ-30 દવાને માર્ચમાં કોવિડ-19ના પ્રકોપ પછી રાજ્યની અડધોઅડધ વસતિને વહેંચી હતી. રાજ્યમાં કોવિડ-19ને અટકાવવા માટે 20 ઓગસ્ટે વિશ્વ આરોગ્ય સંસ્થા સમક્ષ રાજ્યના આરોગ્ય વિભાગે કહ્યું હતું કે વિભાગે રાજ્યના આશરે 3.48 કરોડ લોકોને આર્સેનિકમ એલ્બમ-30ને વિતરિત કરી હતી. જોકે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી મળ્યા કે આ દવા કોવિડ-19ની સારવારમાં સહાય થાય.
ક્વોરોન્ટિન સમયગાળામાં આર્સેનિકમ એલ્બમ-30 વિતરિત
રાજ્ય સરકારે એ પણ દાવો કર્યો હતો કે આયુષ (આયુર્વેદ, યોગ અને કુદરતી સારવાર, યુનાની અને હોમિયોપથી)નો લાભ ઉઠાવવાવાળા 99.6 ટકા લોકો ક્વોરોન્ટિન સમયગાળા દરમ્યાન આ દવાના પ્રયોગ પછી સંક્રમણમાંથી મુક્ત થયા હતા. આયુષ હેઠળ સૂચવેલી સારવાર પ્રતિકારક શક્તિ વધારવામાં સફળ સાબિત થઈ છે. આયુષ સારવારની અસરકારકતાની સમીક્ષા કરવા માટે એક રિસર્ચ પણ કરવામાં આવ્યું હતું.
99 ટકાથી વધુ પર સાનુકૂળ અસર
રાજ્યમાં 33,268 લોકો આઇસોલેશન સમયગાળામાં આયુષ દવાઓનો લાભ થયો, જેમાં અડધાથી વધુ લોકોએ હોમિયોપથીની દવાઓનો લાભ ઉઠાવ્યો હતો.
આર્સેનિકમ એલ્બમ-30 દવાની ક્ષમતા લઈને વિશ્વાસ
રાજ્યનાં આરોગ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે સરકારે આર્સેનિકમ એલ્બમ-30 દવાની ક્ષમતા લઈને વિશ્વાસ હતો, કેમ કે હજારો લોકોને આર્સેનિકમ એલ્બમ-30નો ડોઝ આપવામાં આવ્યો હતો, જેમાંથી 99.69 ટકા કોરોના વાઇરસ સંક્રમણથી મુક્ત થયા હતા.
દવાના ક્લિનિકલ ટ્રાયલથી નિર્ણાયક પરિણામ નહીં
રાજ્ય સરકારના દાવાઓની વચ્ચે એક અધિકારીએ એ પણ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના વાઇરસ માટે આર્સેનિકમ એલ્બમ-30ની પ્રોફિલેક્સિસ નેચરથી સંબંધિત એક ક્લિનિકલ ટ્રાયલ કરી હતી, જેનું અત્યાર સુધી કોઈ નિર્ણાયક પરિણામ નથી આવ્યું.